ભરૂચ પોલીસ બની દેવદૂત : હતાશામાં જીવન ટુંકાવવાનો પ્રયાસ કરનાર બે લોકોના જીવ બચાવ્યા

સદનશીબે પૂલ ઉપરથી પસાર થતા વાહન ચાલકો દ્વારા બનાવની જાણ જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમને કરવામાં આવતા ભરૂચ પોલીસની પ્રસંશનીય કામગીરીના પગલે બંને લોકોના જીવ બચાવી શકાય હતા.

ભરૂચ પોલીસ બની દેવદૂત : હતાશામાં જીવન ટુંકાવવાનો પ્રયાસ કરનાર બે લોકોના જીવ બચાવ્યા
Good work by Bharuch Police
| Edited By: | Updated on: Jan 10, 2023 | 8:31 PM

લગ્ન જીવનથી કંટાળી નર્મદા મૈયા બ્રિજ ઉપરથી જીવન ટુંકાવવાના પ્રયાસના બે અલગ અલગ બનાવ ૨૪ કલાકમાં સામે આવતા પોલીસ દોડતી થઇ હતી. સદનશીબે પૂલ ઉપરથી પસાર થતા વાહન ચાલકો દ્વારા બનાવની જાણ જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમને કરવામાં આવતા ભરૂચ પોલીસની પ્રસંશનીય કામગીરીના પગલે બંને લોકોના જીવ બચાવી શકાય હતા. આત્મહત્યાનો પ્રયાસ કરનાર એક મહિલા અને એક પુરુષ હતા જેમને કાઉન્સિલિંગ દ્વારા તેમનું મનોબળ મજબૂત કરી પરિવાર સાથે તેનો ભેટો કરાવી આપવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ૫ દિવસ અગાઉ આ બ્રિજ ઉપરથી એક વ્યક્તિને અચાનક વાહન થોભાવી છલાંગ લગાવી જીવન ટૂંકાવી દીધું હતું.

વાહનચાલકોની સતર્કતા મદદરૂપ સાબિત થઈ

ભરૂચ સી ડિવિઝન પોલીસના સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર કંટ્રોલ તરફથી તેમને માહિતી મળી હતી કે એક મહીલા નર્મદા નદી ઉપર આવેલ કેબલ બ્રીજ ઉપરથી આત્મત્યા કરવા જી રહી હોય તેમ લાગી રહ્યું છે છે.જેમાહિતીના પગલે અનુસંધાને પોલીસ ઈન્સપેક્ટર એચ.બી.ગોહીલદ્વારા સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોને જાણ કરી તાત્કાલીક કાર્યવાહી કરવા સુચના આપી ટીમ રવાના કરી હતી. કેબલ બીજ ઉપર જઈ તપાસ કરતા સદર મહીલા કેબલ બ્રીજ ઉપરથી નદીમાં કુદવા પ્રયાસ કરતી હોવાના દ્રશ્યો નજરે પડયા હતા. તાત્કલીક સમય સુચકતા વાપરી પોલીસે મહિલાને નર્મદા નદિમાં કુદી જતી મહિલાને બચાવી લીધી હતી. આ મહીલાને પોલીસ સ્ટેશન ખાતે લાવી પુછપરછ કરતા લગ્ન જીવનના ઘર કંકાસથી કંટાળી ગયેલ હોવાનું જણાવ્યું હતું. લગ્ન જીવનથી કંટાળીને આત્મહત્યા કરવાનું વિચારી નર્મદા નદીમાં આત્મહત્યા કરવા નદીમાં કુદી જવા માટે આવેલ હોવાની હકીકત જણાવેલ હતી

પોલીસે ત્વરિત પગલાં લઈ બે લોકોના જીવ બચાવ્યા

અન્ય એક ઘટનામાં એક પુરુષ પણ નર્મદા મૈયા નદી ઉપરથી આત્મહત્યા કરવા જઈ રહ્યો હોવાની વાહનચાલકોએ શંકા વ્યક્ત કરતી પોલીસને જાણ કરી હતી. પોલીસ ઈન્સપેક્ટર એચ.બી.ગોહીલ દ્વારા ફરી ટીમે રવાના કરતા નર્મદા મૈયા બ્રિજ ઉપર જઈ તપાસ કરતા એક વ્યક્તિ રેલિંગ નજીક નર્મદા મૈયા બ્રીજ ઉપર દેખાતા તાત્કલીક સમય સુચકતા વાપરી ઈસમને નર્મદા નદીમાં કુદતા પહેલા બચાવી લેવામાં આવ્યો હતો. આ વ્યક્તિએ પણ ઘર કંકાસર્થી કંટાળી ગયેલ હોય જેથી પર કંકાસથી કંટાળીને આત્મહત્યા કરવાનુ વિચારી નર્મદા નદીમાં આત્મહત્યા કરવા નદીમાં કુદી જવા માટે આવેલ હોવાની હકીકત જણાવેલ હતી.

કાઉન્સિલિંગ દ્વારા મનોબળ મજબૂત કરાયું

પોલીસે બંને વ્યક્તિઓનું કાઉન્સિલિંગ દ્વારા તેમનું મનોબળ મજબૂત કરી પરિવાર સાથે તેનો ભેટો કરાવી આપવામાં આવ્યો હતો. આ સરહણકીય કામગીરી ભરૂચ શહેર “સી” ડીવી.પો.સ્ટે.ના પોલીસ ઈન્સ્પેકટર એય બી.ગોહીલ તથા એ.એસ.આઈ શૈલેષભાઈ ગોરધનભાઇ સાથે અ.હે.કો.સુનિલભાઈ શાંતીલાલ ,અ.હે.કો ધનરાજભાઈ કાંતીલાલ , અ. હે.કો નરોતમભાઈ મંગાભાઈ અને અ.પો.કો વિજયભાઈ છેલાભાઈ નાઓ દ્વારા કામગીરી કરવામાં આવી હતી.

Published On - 8:28 pm, Tue, 10 January 23