ભરૂચ પોલીસે ગૌવંશના કતલખાના પર દરોડો પાડી કતલ થતી ગાયને જીવિત બચાવી લીધી, 2 ખાટકીઓની ધરપકડ કરાઈ

ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસે ગૌ-વંશ ચાલતા કતલખાનાઓ  દરોડા પાડી કોમી એખલાસનું વાતાવરણ ડહોળી ચાલતા ગુનાહિત કૃત્ય સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે એક જીવિત ગાયને મૃતક કરાવી આરોપીઓની ધરપકડ કરી છે.

ભરૂચ પોલીસે ગૌવંશના કતલખાના પર દરોડો પાડી કતલ થતી ગાયને જીવિત બચાવી લીધી, 2 ખાટકીઓની ધરપકડ કરાઈ
| Updated on: Dec 11, 2023 | 9:06 AM

ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસે ગૌ-વંશ ચાલતા કતલખાના પર  દરોડા પાડી કોમી એખલાસનું વાતાવરણ ડહોળી ચાલતા ગુનાહિત કૃત્ય સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે એક જીવિત ગાયને મૃતક કરાવી આરોપીઓની ધરપકડ કરી છે.

પોલીસ મહાનિરીક્ષક સંદિપ સિંહ વડોદરા વિભાગ તથા જીલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા જીલ્લામાં ગૌ-વંશ ચાલતા કતલખાનાઓ ઉપર રેઇડો કરી સદંતર બંધ રહે તથા કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે ઉદેશથી ગૌ-વંશ ચાલતા કતલખાનાઓ ઉપર રેઇડો કરી અસરકારક અને પરીણામલક્ષી કામગીરી કરવા આપેલ સુચના અન્વયે નાયબ પોલીસ અધિક્ષક  એમ.એમ.ગાંગુલી સાહેબ ભરૂચ વિભાગ દ્વારા દરોડાના આદેશ કરાયા હતા.

પોલીસ ઇન્સ્પેકટર એચ.જે.સોલંકી ભરૂચ શહેર “બી* ડીવી. પો.સ્ટે.નાઓએ અધિકારીઓની સુચના અન્વયે ગૌ-વંશના ગુના અટકાવવા ભરૂચ ‘બી- ડીવી.પો.સ્ટે.ના પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી ગૌ-વંશના કેશો શોધી કાઢવા સધન પ્રયત્ન હાથ ધર્યા હતા.

પોલીસ ઇન્સ્પેકટર એચ.જે.સોલંકી ભરૂચ શહેર ‘બી* ડીવી પો.સ્ટે. તથા પોલીસ ઇન્સ્પેકટર એચ.વી. રાઠોડ ભરૂચ શહેર ‘બી* ડીવી. પો.સ્ટે.નાઓના સાથે પો.સ્ટે હાજર હતા તે દરમ્યાન બાતમીદારથી બાતમી મળેલ કે ભરૂચ શહેરના ધોબીવાડ તથા નાના ખાટકીવાડ વિસ્તારમાં કેટલાક ઇસમો  ગૌ-વંશનું કતલ કરી ગૌ-માંસનું વેચાણ કરે છે.

બાતમી આધારે ભરૂચ શહેર ‘બી’ ડીવીઝન પોલીસ સ્ટાફ સાથે અલગ અલગ બે ટીમો બનાવી બાતમીવાળી જગ્યાએ સફળ રેડ કરી કતલ કરેલી હાલતમાં બે ગાયતેમજ એક કતલ કરવાના ઇરાદે બાંધી રાખેલ ગાય બચાવી લઈ બે આરોપીઓને ઝડપી પાડી પશુ સંરક્ષણ અધિનિયમ તેમજ પશુ ઘાતકીપણા અધિનનિયમના સંલગ્ન કલમો મુજબ બે અલગ-અલગ ગુનાઓ રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

આ પણ વાંચો:  અમદાવાદ: પ્લાસ્ટિક ખાવાથી ગાયોના મોત થયાનો પીએમ રિપોર્ટમાં ખૂલાસો, કોંગ્રેસના આરોપ બાદ CNCDએ જારી કર્યો વીડિયો

આ પ્રસંશીય કામગીરીમાં પોલીસ ઈન્સ્પેકટર એચ.જે.સોલંકી તથા પોલીસ ઈન્સ્પેકટર એચ.વી.રાઠોડ સાથે પો.સબ.ઇન્સ ડી.એ.ઝાલા ઉપરાંત એ.એસ.આઇ શૈલેશભાઇ પાચીયાભાઈ તથા અ.હે.કો.હિમ્મતજી  અ.હે.કો વિજયભાઇ રમેશભાઇ,અ.હે.કો જીતેન્દ્રભાઇ પ્રભાતભાઇ,  પો.કો.નરેશભાઈ નટવરભાઈ,પો.કો સતીષભાઇ રૂપજીભાઈ, પો.કો. પ્રવિણભાઇ ભીખાભાઈ,પો.કો ભાવેશભાઈ પ્રેમજીભાઈ, પો.કો અરવિંદભાઇ ગોવિંદભાઈ અને પો.કો અશ્વિનભાઇ શાંભાભાઇ નાઓ દ્વારા ટીમ વર્કથીકામગીરી કરી હતી.

આ પણ વાંચો : રાજ્યમાં શાળા સંચાલકો દ્વારા ફરી આંદોલનના મંડાણની શક્યતા, ગ્રાન્ટેડ શાળામાં FRCનું માળખુ રદ કરવાની કરી માગ

ભરૂચ  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 9:03 am, Mon, 11 December 23