BHARUCH POLICE ની અસામાજિક તત્વોની શાન ઠેકાણે લાવવા દાખલારૂપ કામગીરી, એકજ દિવસમાં 4 શખ્શોને PASA હેઠળ જેલ ભેગા કરાયા

|

Feb 27, 2023 | 9:04 AM

PASA Act એટલે Prevention of Anti-Social Activities Act છે જેને ગુજરાતીમાં “અસામાજિક પ્રવૃતિઓ નિવારણ અધિનિયમ” કહેવામાં આવે છે. ગુજરાત સરકારે થોડા સમય પેહલા જ આ કાયદામાં સંશોધન કર્યું છે. આ કાયદો વર્ષ 1985 માં લાવવામાં આવ્યો હતો.

BHARUCH POLICE ની અસામાજિક તત્વોની શાન ઠેકાણે લાવવા દાખલારૂપ કામગીરી, એકજ દિવસમાં 4 શખ્શોને PASA  હેઠળ જેલ ભેગા કરાયા
Bharuch police took action under PASA against 4 persons

Follow us on

સંવેદનશીલ નગર ભરૂચમાં ગૌવંશ હત્યા સહીત સામાજિક પ્રવૃત્તિઓ દ્વારા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સામે પડકાર ઉભા કરનાર 4 શખ્શો સામે ભરૂચ પોલીસે GUJARAT PREVENTION OF ANTI-SOCIAL ACTIVITIES ACT 1985 હેઠળ કાર્યવાહી હાથ ધરતા તેમની ધરપકડ કરી મહેસાણા જેલ ભેગા કર્યા છે. ભરૂચ જિલ્લાના 3 પોલીસ સ્ટેશનના 4 શકશો સામે પોલીસતંત્રએ કાયદાનો કોરડો વીંઝ્યો છે.પોલીસની આ કાર્યવાહીમાં વાહનચોર અને બુટલેગરનો પણ સમાવેશ થાય છે. પાસ હેઠળ ધરપકડથી અસામાજિક તત્વો અને ગુનેગારોમાં ફફડાટ ફેલાયો છે.

પોલીસ મહાનિરીક્ષક સંદીપ સિંહ તરફથી કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે ઉદ્દેશથી અસામાજીક પ્રવૃતિઓ તથા માથાભારે ઈસમો પાસા એક્ટ હેઠળ કાર્યવાહી કરવા જિલ્લા પોલીસને સૂચના આપવામાં આવી છે. આદેશને અનુસરતા પોલીસ અધિક્ષક ભરૂચ ડો.લીના પાટીલ દ્વારા જીલ્લામાં ગૌવંશ તથા અસામાજીક પ્રવૃત્તીઓ સાથે સંકળાયેલ શખ્શોનું લીસ્ટ તૈયાર કરાવવામાં આવ્યું હતું. પાસા એકટ હેઠળ દરખાસ્તો તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટ ભરૂચ તરફ રવાના કરવામાં આવીહતી. આ દરખાસ્તો ઉપર પગલાં ભરવા મંજૂરીની મહોર મારી જીલ્લા મેજીસ્ટ્રેટ ભરૂચ દ્વારા ગૌવંશની પ્રવૃતિ સાથે સંકળાયેલા બે , વાહન ચોરીની પ્રવૃતિ સાથે સંકળાયેલ એક તથા પ્રોહીબિશન પ્રવૃતિ સાથે સંકળાયેલ એક મળી કુલ ચાર ઇસમોને પાસા એકટ હેઠળ અટકાયત લેવા હુકમ કરવામાં આવ્યો હતો. ભરૂચ શહેર “એ” ડીવીઝન, ભરૂચ શહેર બી ડીવીઝન તથા અંકલેશ્વર શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશનોની અલગ અલગ ટીમો દ્વારા આદેશ મળતા સમયનો વ્યય ન કરી તાત્કાલિક આ તમામની પાસા હેઠળ અટકાયત કરી ગુજરાત રાજ્યની અલગ અલગ જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

પાસા હેઠળ જેલ ભેગા કરાયેલા આરોપીઓની વિગત

  1. ઇમરાન રહેમાન કુરેશી રહેવાસી ભઠીયારવાડને  પલારા જેલ, ભુજ મોકલાયો
  2. ગુલામમુસ્તુફા મોહંમદ કુરેશી રહે.ભઠીયારવાડને જામનગર જીલ્લા જેલ ભેગો કરાયો
  3. સુનીલભાઇ રાજુભાઇ દેવીપુજક રહે. મોફેસર ઇન્દીરાનગર ઝુપડપટ્ટીને જુનાગઢ જીલ્લા જેલમાં મોકલી અપાયો
  4. ગણેશ ઉર્ફે ગનીભાઇ રાજુભાઇ વસાવા રહે. અંકલેશ્વર નવીનગરીને મહેસાણા જિલ્લા જેલ તરફ રવાના કરાયો

PASA શું છે ?

PASA Act એટલે Prevention of Anti-Social Activities Act છે જેને ગુજરાતીમાં “અસામાજિક પ્રવૃતિઓ નિવારણ અધિનિયમ” કહેવામાં આવે છે. ગુજરાત સરકારે થોડા સમય પેહલા જ આ કાયદામાં સંશોધન કર્યું છે. આ કાયદો વર્ષ 1985 માં લાવવામાં આવ્યો હતો.

Published On - 9:02 am, Mon, 27 February 23

Next Article