Bharuch Policeએ Festival Season પહેલા 7 GIDC વિસ્તારોમાં મેગા કોમ્બિંગ કર્યું, 200 મામલાઓમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ

|

Aug 29, 2023 | 8:27 AM

Bharuch :ફેસ્ટિવલ સીઝન(Festival season)ની શરૂઆત સાથે ભરૂચ જિલ્લા પોલીસે(Bharuch Police) જિલ્લાના ઔદ્યોગિક વસાહતોને આવરી લેતા 7 અલગ - અલગ વિસ્તારોમાં મેગા કોમ્બિંગ(Mega Combing) હાથ ધર્યું હતું. 

Bharuch Policeએ Festival Season પહેલા 7 GIDC વિસ્તારોમાં મેગા કોમ્બિંગ કર્યું, 200 મામલાઓમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ

Follow us on

Bharuch :ફેસ્ટિવલ સીઝન(Festival season)ની શરૂઆત સાથે ભરૂચ જિલ્લા પોલીસે(Bharuch Police) જિલ્લાના ઔદ્યોગિક વસાહતોને આવરી લેતા 7 અલગ – અલગ વિસ્તારોમાં મેગા કોમ્બિંગ(Mega Combing) હાથ ધર્યું હતું. ભરૂચ, અંકલેશ્વર, દહેજ, જંબુસર, ઝઘડીયા, પાનોલી સહીત GIDC વિસ્તારોને 50 અધિકારીઓ અને 225 પોલીસકર્મીઓએ ધરમરોળ્યો હતો.

ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા(Mayur Chavda – SP Bharuch) ફેસ્ટિવલ સીઝન(Festival season)ની શરૂઆત સાથે ભરૂચ પોલીસને અસામાજિક અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ તરફ એલર્ટ રહેવા સૂચના આપી હતી. આ શ્રેણીમાં પોલીસ વડાએ 28 ઓગસ્ટ 2023 સોમવારની રાતથી આજે 29 ઓગસ્ટ 2023 ની વહેલી સવાર સુધી મેગા કોમ્બિંગ માટે સૂચના આપી હતી.

World Diabetes Day : કેવી રીતે ખબર પડે કે ડાયાબિટીસ થઈ ગઈ છે? જાણો એક્સપર્ટ પાસેથી
સાનિયા મિર્ઝા અને હરભજન સિંહને આ દેશમાં મળ્યું ખાસ સન્માન
મ્યુચ્યુઅલ ફંડમાં રેકોર્ડ રોકાણ, જાણો આઉટફ્લો અને ઇનફ્લો વિશે
કબૂતરની ચરક શરીરની આ મોટી બીમારી કરે છે દૂર, જાણો આ આયુર્વેદિક ઉપચાર વિશે
Kanguva : અભિનેત્રીએ એક ગીત માટે 21 વખત કપડા બદલ્યા
Tulsi Leaves Benefits : તુલસીના છે અઢળક ઔષધીય ગુણો, આ રીતે કરો પાનનું સેવન

ભરૂચની લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર ઉત્સવ બારોટ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ભરૂચના પોલીસ ઇન્સ્પેકટર એ એ ચૌધરી સહીત જિલ્લાના મોટાભાગના પોલીસ અધિકારીઓ અને પોલીસકર્મીઓ આ કોમ્બીન્ગમાં જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે ટૂંકા સમયગાળામાં ભરૂચ પોલીસે બીજીવાર મેગા કોમ્બીન્ગનું આયોજન કર્યું હતું.

200 થી વધુ લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરાઈ

ભરૂચ જિલ્લાની ઔદ્યોગિક વસાહતો તરફ પોલીસે ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.  7 અલગ – અલગ વિસ્તારોને 50 અધિકારીઓ અને 225 પોલીસકર્મીઓએ ધરમરોળ્યો હતો.આ કોમ્બિંગ દરમિયાન અલગ અલગ 200 જેટલા મામલાઓમાં કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી હતી. કોમ્બિંગ દરમિયાન 1 બોગસ તબીબ પણ ઝડપાયો હતો જયારે દારૂ અને જાહેરનામાભંગના ગુના દાખલ કરાયા છે

ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક ભરૂચ મયુર ચાવડાના માર્ગદર્શન મુજબ કોમ્બિંગ હાથ ધરાયુ હતું. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ભરૂચ જીલ્લો અધૌગિક દ્રષ્ટીએ ખુબ જ મોટો અને મોટી સંખ્યામાં જી.આઇ.ડી.સી. ધરાવતો હોવાથી આગામી તહેવારોમાં જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે ઉદ્દેશથી કોમ્બિંગના આદેશ કરાયા હતા.

કોમ્બિંગમાં 50 થી વધુ અધિકારી અને 225 પોલીસકર્મીઓ જોડાયા

નાયબ પોલીસ અધિક્ષક અંકલેશ્વર અને જંબુસરના સુપરવિઝન હેઠળ ભરૂચ જીલ્લા પોલીસની અલગ અલગ ટીમો બનાવી ભરૂચ શહેર “સી” ડીવીઝન પો.સ્ટે. વિસ્તાર, અંકલેશ્વર જી.આઇ.ડી.સી પો.સ્ટે.વિસ્તાર પાનોલી, ઝઘડીયા જી.આઇ.ડી.સી વિસ્તાર, દહેજ તથા જંબુસર ખાતે અસમાજીક પ્રવૃતિ, વાહન ચેકિંગ, મકાન ભાડુઆત ચેકીંગ વિગેરે મુદ્દાઓસર કોમ્બીંગનું આયોજન કરાવામાં આવ્યું હતું.

આ કોમ્બીંગમાં લોકલ ક્રાઇમ બ્રાંચ, સ્પેશિયલ ઓપરેશન ગૃપ, પેરોલ ફર્લો સ્કોડ, એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટ ટીમ બોમ્બ ડીસ્પોઝ ટીમ, ક્વીક રીસ્પોન્સ ટીમ, ઉપરોક્ત જણાવેલ વિસ્તારના સ્થાનિક પોલીસ સ્ટેશનની ટીમો મળી કુલ પોલીસ ઇન્સપેક્ટરશ્રી-૨૪, પો.સ.ઇ-૨૧ તથા ૨૨૫ જેટલા પોલીસ માણસો કોમ્બિંગમાં જોડાયા હતા.

ભરૂચ પોલીસે કોમ્બિંગ દરમિયાન નીચે મુજબની કાર્યવાહી કરી હતી

Published On - 7:48 am, Tue, 29 August 23

Next Article