Bharuch : પોલીસે કોમ્બિંગ કરી ત્રણ ઔદ્યોગિક વસાહત સહીત 6 વિસ્તારોને ધમરોળ્યા, 100 થી વધુ ગુના દાખલ કરાયા

|

Oct 10, 2023 | 8:14 AM

Bharuch : ફેસ્ટિવલ સીઝન(Festival Season) દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના  માટે ભરૂચ પોલીસ(Bharuch Police) આગોતરું આયોજન કરી રહી છે. ચોરી, લૂંટ અને ચીલઝડપના ગુનાઓ(Crime) આ સમય દરમિયાન વધુ બનતા હોય છે. પોલીસે કોમ્બિંગ(Combing)યોજી ત્રણ ઔદ્યોગિક વસાહત સહીત 6 વિસ્તારોને ધમરોળ્યા હતા.

Bharuch : પોલીસે કોમ્બિંગ કરી ત્રણ ઔદ્યોગિક વસાહત સહીત 6 વિસ્તારોને ધમરોળ્યા, 100 થી વધુ ગુના દાખલ કરાયા

Follow us on

Bharuch : ફેસ્ટિવલ સીઝન(Festival Season) દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના  માટે ભરૂચ પોલીસ(Bharuch Police) આગોતરું આયોજન કરી રહી છે. ચોરી, લૂંટ અને ચીલઝડપના ગુનાઓ(Crime) આ સમય દરમિયાન વધુ બનતા હોય છે ત્યારે અસામાજિક અને ગુનાહિત તત્વો(Criminals) માથું ન ઊંચકે તે માટે ભરૂચ પોલીસે વધુ એક કોમ્બિંગ(Combing) યોજી ત્રણ ઔદ્યોગિક વસાહત સહીત 6 વિસ્તારોને ધમરોળ્યા હતા.

પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ સંદીપ સિંહ તથા પોલીસ અધિક્ષક ભરૂચ મયુર ચાવડાના સુચના અને માર્ગદર્શન મુજબ આગામી તહેવારોમાં જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે ઉદ્દેશથી પોલીસ સતર્ક છે. ભરૂચ જીલ્લો અધૌગિક દ્રષ્ટીએ પણ ખુબ જ મોટો અને અલગ અલગ તાલુકા સ્થળોએ જી.આઇ.ડી.સી આવેલ હોવાથી વધુ એક વખત કોમ્બિંગનું આયોજન કરાયું હતું.

3 ડીવાયએસપીના સુપરવીઝનમાં કોમ્બિંગ કરાયું

નાયબ પોલીસ અધિક્ષક ભરૂચ, અંકલેશ્વર, જંબુસરના સુપરવિઝન હેઠળ ભરૂચ જીલ્લા પોલીસની અલગ અલગ ટીમો બનાવી ભરૂચ શહેર “સી” ડીવીઝન પો.સ્ટે વિસ્તાર, અંકલેશ્વર જી.આઇ.ડી.સી પો.સ્ટે.વિસ્તાર પાનોલી, ઝઘડીયા જી.આઇ.ડી.સી વિસ્તાર, દહેજ તથા જંબુસર ખાતે અસમાજીક પ્રવૃતિ, વાહન ચેકિંગ, મકાન ભાડુઆત ચેકીંગ સહીત વિગેરે મુદ્દાઓસર કામગીરી અંગે કોમ્બીંગ હાથ ધરવામાં આવ્યું હતું.

વિશ્વના સૌથી ચમત્કારિક મંત્ર વિશે જાણી ચોંકી જશો, દેવરહા બાબાએ જણાવ્યો, જુઓ Video
IPL ઓક્શનમાં બિઝનેસ વુમન નીતા અંબાણીએ ખેંચ્યું લોકોનું ધ્યાન, જુઓ Video
શિયાળામાં મગફળી સાથે ગોળનું સેવન કરવાથી જાણો શું થાય છે ?
પગમાં કાળો દોરો કેમ ન બાંધવો જોઈએ? જ્યોતિષે આપ્યુ આ કારણ
Avocado Benifits : એવોકાડોમાં ક્યું વિટામીન હોય છે, એવોકાડો ખાવાના ફાયદા શું છે?
મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર

46 અધિકારી અને 230 પોલીસકર્મીઓ કોમ્બિંગમાં જોડાયા

આ કોમ્બીંગમાં લોકલ ક્રાઇમ બ્રાંચ, સ્પેશિયલ ઓપરેશન ગૃપ, પેરોલ ફર્લો સ્કોડ, એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટ ટીમ, બોમ્બ ડીસ્પોઝ ટીમ ક્વીક રીસ્પોન્સ ટીમ, અલગ -અલગ વિસ્તારના સ્થાનિક પોલીસ સ્ટેશનની ટીમો મળી કુલ પોલીસ ઇન્સપેક્ટર-૨૪, પો.સ.ઇ-રર તથા ૨૩૦ જેટલા પોલીસકર્મીઓએ કોમ્બિંગમાં જોડાઇઅસરકારક અને પરીણામલક્ષી કામગીરી કરવામાં આવી હતી. 100થી વધુ ગુના દાખલ કરવા સહીત વિવિધ કામગીરી કરવામાં આવી હતી.

ભાડુઆત નોંધણી નહીં કરનાર સામે ગુના દાખલ કરાયા

ભરૂચ  જીલ્લા મેજીસ્ટ્રેટ અને કલેકટર દ્વારા વિવિધ બહાર પાડવામાં આવેલ જાહેરનામા અનુસંધાને ગુનેગાર તત્વો મહત્વના શહેરોમાં ભાડેથી મકાનો અને દુકાનો રાખી શહેરોનો સર્વે કરી સ્થાનિક પરિસ્થિતિથી માહિતગાર થઇ તેઓની અસામાજીક પ્રવૃત્તિને અંજામ આપતા હોય છે. આ પરિસ્થિતિને નિવારી શકાય તેમજ અંકુશમાં લાવી શકાય તે માટે તેમજ રાષ્ટ્રીય સુરક્ષા અને સલામતી માટે ભય જનક વ્યકિતઓની સચોટ માહિતી મેળવવા અને ભરુચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે અને ગુનાખોરી નાબુદ કરવા પોલીસ ઇન્સ્પેકટર એ.વી.પાણમીયા એસ.ઓ.જી. ભરૂચનાઓના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. સ્ટાફના પોલીસ માણસો દ્વારા અલગ અલગ પો.સ્ટે. વિસ્તારમાં મકાનો અને દુકાનો ભાડે આપી આ અંગે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ભાડુઆત અંગેની નોંધણી નહીં કરનાર વિરૂધ્ધ ઇ.પી.કો. કલમ ૧૮૮ મુજબ જાહેરનામા ભંગના ગુના દાખલ કરવામાં આવેલ છે. કોમ્બીન્ગમાં કુલ 48 લોકો સામે ફરિયાદ દાખલ કરાઈ છે.

ભરૂચ  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article