Bharuch : ભરૂચ જિલ્લાના વાતાવરણમાં પલટો, હાંસોટ તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ

|

Jun 10, 2021 | 1:56 PM

ગુજરાતમાં દક્ષિણ ગુજરાતથી જ ચોમાસાનું આગમન થાય છે, ત્યારે મુંબઈમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થયા બાદ હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી હતી,ત્યારે ભરૂચ જિલ્લામાં સવારથી જ ધીમે ધારે વરસાદ (Rain) શરુ થયો છે.

Bharuch: ગુજરાતમાં દક્ષિણ ગુજરાતથી જ ચોમાસાનું આગમન થાય છે, ત્યારે મુંબઈમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થયા બાદ હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી હતી,ત્યારે ભરૂચ જિલ્લામાં સવારથી જ ધીમીધારે વરસાદ (Rain) શરુ થયો છે.

સામાન્ય રીતે દેશમાં કેરળમાં(Kerala) નૈઋત્વનાં પવનો વરસાદ લાવે છે અને કેરળ રાજ્યથી જ દેશમાં ચોમાસુ બેસવાની શરૂઆત થાય છે. આ વર્ષ હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ ગુજરાતમાં ચોમાસુ (Monsoon) વહેલું આવશે અને ચોમાસુ પણ સારૂ રહેશે તેવી શક્યતા સેવાઈ રહી છે.

 

ભરુચ જિલ્લાનાં વાતાવરણમાં સવારથી જ પલટો આવ્યો છે, ભરુચનાં હાંસોટ તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં ચોમાસાનું આગમન થયું છે. હાંસોટ તાલુકાનાં ઈલાવ,સાહોલ,બાલોટા,ધમરાડ અને સુણેવ સહિતનાં ગ્રામ્ય વિસ્તારોમાં(Village area) ધીમી ધારે વરસાદે અન્ટ્રી કરી  છે. સામાન્ય રીતે ગુજરાતમાં દક્ષિણ ગુજરાતથી(South Gujarat) જ ચોમાસાનું આગમન થાય છે.

મહત્વપૂર્ણ છે કે,બુધવારે મુંબઈમાં (Mumbai) ચોમાસુ બેસતાની સાથે જ ધોધમાર વરસાદ વરસ્યો હતો. મુંબઈમાં ધોધમાર વરસાદને પગલે મોડી રાત્રે મલાડ (Malad) પશ્ચિમના માલવણી ખાતે એક મકાન એકાએક ધરાશાયી (building collapses)થતાં 11 જેટલાં લોકોનાં મોત નીપજ્યાં છે. જો કે કાટમાળમાં હજુ કેટલાક લોકો ફસાયા હોવાની આશંકા હાલ સેવાઈ રહી છે.

Next Video