ભરૂચ : દહેજના જોલવા ગામ નજીક ક્રૂડ ઓઈલની પાઇપલાઇનમાં ભીષણ આગ લાગી, 2 ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચ્યા, જુઓ વિડીયો

|

Dec 04, 2023 | 3:02 PM

દહેજના જોલવા ગામ નજીક ક્રૂડ ઓઇલની પાઈપલાઈનમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી. આગના કારણે આકાશમાં કાળાડિબાંગ વાદળ છવાયા હતા. ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા 2 ફાયર ટેન્ડર ઘટનાસ્થળે દોડી ગયા હતા.

ભરૂચ : દહેજના જોલવા ગામ નજીક ક્રૂડ ઓઈલની પાઇપલાઇનમાં ભીષણ આગ લાગી, 2 ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચ્યા, જુઓ વિડીયો

Follow us on

ભરૂચ : ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાને ખનીજ તેલના દરિયા પર તરતાં ટાપુ સમાન માનવામાં આવે છે. અહીં મોટી સંખ્યામાં તેલના કુવા આવેલા છે સાથે તાલુકાની દહેજ જીઆઇડીસીની ઉત્પાદન પ્રક્રિયા માટે તેલ અને ગેસની જરૂરિયાત પાઈપલાઈન મારફતે પુરી પાડવામાં આવે છે.

દહેજના જોલવા ગામ નજીક ક્રૂડ ઓઇલની પાઈપલાઈનમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી. આગના કારણે આકાશમાં કાળાડિબાંગ વાદળ છવાયા હતા. ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા 2 ફાયર ટેન્ડર ઘટનાસ્થળે દોડી ગયા હતા.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

જુઓ ભીષણ આગના  દ્રશ્ય

તંત્ર તરફથી સત્તાવાર માહીતીનો ઇંતેજાર

એકતરફ આકાશમાં ઉડતા કાળાડિબાંગ વાદળોએ સ્થાનિકોમાં ગભરાટ ફેલાવ્યો હતો તો બીજી તરફ આગ કઈ પાઇપલાઇનમાં લાગી છે તે પણ તપાસનો વિષય બન્યો છે. ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર , ONGC  કે ભરૂચ જિલ્લા પોલીસ તરફથી ઘટનાને બપોરે 3 વાગ્યા સુધી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરાયું નથી

ઘટનાસ્થળે ઇમરજન્સીનો કોલ મળતા ફાયર બ્રિગેડ તરફથી બે ફાયર ફાઈટર ઘટનાસ્થળે રવાના કરાયા છે જે આગ ઉપર કાબુ મેળવવા પ્રયત્ન કરી રહ્યા છે. આગ ક્રૂડની પાઈપલાઈનમાં લાગી છે જોકે આ લાઈન કોની છે તે અંગે બપોરે 3 વાગ્યા સુધી સત્તાવાર માહિતી સામે આવી નથી.

આ પણ વાંચો : ભરૂચ : આમોદ નજીક મસમોટાં ખાડાના કારણે વારંવાર ટ્રાફિકજામ થતાં સમસ્યા દૂર કરવા સ્થાનિકોએ જાત મહેનત ઝિંદાબાદનું સૂત્ર સાર્થક કર્યું

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 2:48 pm, Mon, 4 December 23

Next Article