Bharuch : ઉત્તરાયણ પર્વે ચાઇનીઝ દોરાનો ઉપયોગ અટકાવવા ભરૂચ પોલીસ મક્કમ, પ્રતિબંધિત દોરાનું વેચાણ કરતાં વધુ એક વેપારીની ધરપકડ

|

Jan 13, 2023 | 8:38 AM

આવતીકાલે ઉજવણી થનાર ઉતરાયણ તહેવાર દરમ્યાન ચાઇનીઝ તુક્કલ તેમજ સિંથેટીક મટીરીયલ, ટોક્સીક મટીરીયલ અથવા નાયલોન પ્લાસ્ટીક સાથે ચાઇનીઝ મટીરીયલથી તૈયાર કરાયેલ પાકા દોરાથી ઉડાડવામાં આવતા પતંગોને કારણે માનવ,પશુ પક્ષી તેમજ પર્યાવરણને નુકશાન થતુ હોય જે બાબતે આવા નુકસાનકારક મટીરીયલના ઉપયોગ તથા વેચાણ ઉપર પ્રતિબંધ મુક્ત જાહેરનામું માનનીય કલેક્ટર દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.

Bharuch : ઉત્તરાયણ પર્વે ચાઇનીઝ દોરાનો ઉપયોગ અટકાવવા ભરૂચ પોલીસ મક્કમ, પ્રતિબંધિત દોરાનું વેચાણ કરતાં વધુ એક વેપારીની ધરપકડ
Police determined to stop sale of Chinese thread

Follow us on

ઉત્તરાયણ દરમિયાન ચાઇનીઝ દોરા, માંજા, નાયલોન દોરા તથા ચાઇનીઝ લેન્ટર્નના ઉપયોગથી નાગરિકો, પશુ-પક્ષી અને પર્યાવરણને નુકસાન થતું હોવાથી રાજ્ય સરકાર દ્વારા આ વસ્તુઓના ઉપયોગ પર પ્રનિબંધ મૂકવામાં આવ્યો છે. આદેશનું ચૂસ્તપણે પાલન થાય તથા આ સંદર્ભે લોકજાગૃતિ કેળવાય તે હેતુથી રાજ્ય રારકાર દ્વારા રાજ્યના સમગ્ર પોલીસ તંત્ર, જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનરને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. ભરૂચ પોલીસે 14 થી વધુ લોકો સામે કાર્યવાહી કરી હોવા છતાં હજુ જોખમી ચાઇનીસ દોરાનું વેચાણ અટકી રહ્યું નથી. રાજપારડી પોલીસે ચાઇનીસ દોરાનું વેચાણ કરતા વધુ એક શખ્શની ધરપકડ કરી છે.

ચાઇનીસ દોરાનું વેચાણ અટકાવવા પોલીસ મક્કમ

આવતીકાલે ઉજવણી થનાર ઉતરાયણ તહેવાર દરમ્યાન ચાઇનીઝ તુક્કલ તેમજ સિંથેટીક મટીરીયલ, ટોક્સીક મટીરીયલ અથવા નાયલોન પ્લાસ્ટીક સાથે ચાઇનીઝ મટીરીયલથી તૈયાર કરાયેલ પાકા દોરાથી ઉડાડવામાં આવતા પતંગોને કારણે માનવ,પશુ પક્ષી તેમજ પર્યાવરણને નુકશાન થતુ હોય જે બાબતે આવા નુકસાનકારક મટીરીયલના ઉપયોગ તથા વેચાણ ઉપર પ્રતિબંધ મુક્ત જાહેરનામું માનનીય કલેક્ટર દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. જાહેરનામાનો કડક રીતે અમલ કરાવવા પોલીસ મહાનિરીક્ષક સંદિપસિંહ તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક ડો.લીના પાટીલ દ્વારા કડક સુચનાઓ આપવામાં આવી છે. અંકલેશ્વરના નાયબ પોલીસ અધિક્ષક ચીરાગ દેસાઈ દ્વારા પોલીસને સતત આ બાબતની તપાસ રાખવા જણાવામાં આવ્યું છે. રાજપારડી પો.સ્ટેના સબ ઇન્સપેક્ટર જી.આઇ.રાઠોડને નુકસાનકારક મટીરીયલના ઉપયોગ તથા વેચાણ અંગે માહિતી મળતા રાજપારડી ટાઉન વિસ્તારમાં આવેલ નીલકંઠ સોસાયટીમાં સરચ કરાયું હતું. અમીતભાઇ શાંતીલાલભાઇ પાદરીયા ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા હોવાનું સામે આવતા તેમના વિરુધ્ધ રાજપારડી પો.સ્ટે ખાતે ગુ ૨.ન પાર્ટ “બી” ૦૦૨૧/૨૦૨૩ ઇ પી.કો કલમ-૧૮૮ મુજબનો ગુનો નોધવામાં આવ્યો છે.

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

પોલીસ કંટ્રોલને માહિતી આપી શકાય છે

નાગરિકો ચાઇનીઝ દોરા, નાયલોન દોરા તથા ચાઇનીઝ લેન્ટર્નના વેચાણ, સંગ્રહ, ઉત્પાદન અને ઉપયોગ અંગે ફરિયાદ જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમના ફોન નંબર ૧૦૦ ઉપર કરી શકશે. ચાઇનીઝ દોરા, નાયલોન દોરા તથા ચાઇનીઝ લેન્ટર્નના ઉપયોગ પર મૂકવામાં આવેલ પ્રતિબંધનું ચુસ્તપણે પાલન કરાવવા રાજ્ય સરકાર દ્વારા રાજ્યના વહીવટી તંત્રને સૂચના આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ દોરાઓના કારણે અકસ્માતનું જોખમ વધી જતું હોય છે. એનજીટીના આદેશ બાદ મામલાને તંત્ર વધુ ગંભીરતાથી લઈ રહ્યું છે.

Published On - 8:28 am, Fri, 13 January 23

Next Article