ભરૂચના (Bharuch)કાંકરિયામાં (Kankaria)ધર્માંતરણ કેસમાં (Conversion case) પોલીસે 4 આરોપીની ધરપકડ કરી છે. પોલીસે અબ્દુલ સમદ મહમદ, શાબીર ઉર્ફે શબ્બીર મહમદ દાઉદ પટેલ, હસન ઇસા ઈબ્રાહીમ પટેલ અને ઇસ્માઇલ યાકુબ મુસા પટેલની ધરપકડ કરી છે. આરોપીઓ પૈસા, કપડાં, દવા અને કામ સહિતની લાલચ આપી ધર્માંતરણ કરાવતા હતા. ધર્માંતરણ કરાવવા આરોપીઓ લોકોને આર્થિક લાલચ આપતા હતા.
તો આ તરફ સમગ્ર વિવાદમાં અગાઉ ઝડપાયેલા 8 આરોપીની જામીન અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં જામીન અરજીના વિરોધ સાથે સરકારે હાઈકોર્ટમાં ચોંકાવનારા તથ્યો મુક્યા હતા અને આરોપીને જામીન ન આપવા રજૂઆત કરી હતી. સરકારી વકીલે ધર્મ પરિવર્તન કરાવવા માટે અલગ-અલગ ખાડી દેશોમાંથી 89 લાખ રૂપિયા જેટલું ફંડ મૌલવીને અપાયું હોવાની વિગતો કોર્ટ સમક્ષ મુકી હતી. ઉપરાંત રોકડ, અનાજ, ફર્નિચર, ઘરવખરી વગેરેના પ્રલોભનો પણ અપાયા હોવાના પુરાવા રજૂ કરાયા.એટલું જ નહીં ધર્મ પરિવર્તન બાદ હિન્દુ ધર્મમાં પાછા આવવાની ઈચ્છા ધરાવતા આદિવાસીઓને જાનથી મારી નાખવાની ધમકી પણ અપાઈ હોવાનો દાવો કરાયો.
ધર્મ પરિવર્તન સામે કેસ લડનારા સ્પેશ્યલ પબ્લિક પ્રોસિક્યુટરને ધમકી ભર્યા ફોન કરવામાં આવ્યા હોવાની વિગતો સામે આવી છે. જેથી પબ્લિક પ્રોસિક્યુટરને પોલીસ રક્ષણ પણ આપવામાં આવ્યું છે.ધર્મ પરિવર્તન મામલે 8 આરોપીઓની જામીન અરજી અંગે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી. જેમાં સરકાર તરફથી જામીન અરજીનો વિરોધ કરવામાં આવ્યો છે. જામીન અરજીઓના વિરોધ સાથે સરકારે હાઇકોર્ટ સમક્ષ ચોંકાવનારા તથ્યો મુક્યા છે.
ધર્મ પરિવર્તન કરાવવા માટે અલગ-અલગ ખાડી દેશોમાંથી 89 લાખ રૂપિયા જેટલું ફંડ મૌલવીને અપાયું હોવાની વિગતો કોર્ટ સમક્ષ મુકાઈ છે. આ ફંડ 1 આફની ટ્રસ્ટ અને બૈતુલ ટ્રસ્ટ ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું. જે બાદ બંને ટ્રસ્ટ મારફતે 48 વખત 49000નું ટ્રાન્જેક્શન થયું હતું. સુનાવણી દરમિયાન એ પણ મહત્વની વાત સામે આવી છે કે ધર્મ પરિવર્તન બાદ તેમના આધારકાર્ડને તૈયાર કરવાની અને ગેજેટમાં સુધારવાની કામગીરી સુરત કરવામાં આવતી હતી. સામાપક્ષે આરોપીઓ તરફથી રજૂઆત કરાઈ છે કે, તેમને ધર્મ પરિવર્તનની પ્રક્રિયા કાયદા પ્રમાણે જ કરી છે. જોકે સરકાર દ્વારા રજૂઆત કરાઈ છે કે ધર્મ પરિવર્તન માટે તેમને કલેકટર સમક્ષ રજૂઆત નથી કે કે કોઈ પણ પ્રક્રિયા નથી કરી.
ભરૂચ જિલ્લાના આમોદના કાંકરિયા ગામે વર્ષ 2021 નવેમ્બર મહિનામાં ધર્માંતરણનો કિસ્સા સામે આવ્યો હતો. જેમાં 37 પરિવારના 100 લોકોને લોભ-લાલચ આપી ધર્મપરિવર્તન કરાવી તેમને મુસ્લિમ ધર્મ અપનાવવા માટે ફરજ પાડવામાં આવી હતી. જે બાબતે કુલ 9 લોકો સામે ફરિયાદ નોંધાઇ હતી. અગાઉ આરોપી મૌલવીની જામીન અરજી હાઇકોર્ટે ફગાવી દીધી હતી. જે બાદ આ કેસ સાથે જોડાયેલ અન્ય આરોપીઓએ જામીન માટે અરજી કરી છે.
આ પણ વાંચો :Gandhinagar: મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ ગાંધીનગર કલેકટર ઓફિસની ઓચિંતી મુલાકાત લીધી, થયો આ પર્દાફાશ