Bharuch : અડધો કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો, નર્મદા બે કાંઠે વહેતી થઇ, રાજપરામાં ચેકડેમ ઓવરફ્લો થયો

|

Jul 11, 2022 | 7:43 PM

ભરૂચના ચાર રસ્તા ગાંધીબજાર વિસ્તારમાં વરસાદી પાણીએ જાણે ફ્લેશ ફ્લડ જેવો આભાસ કરાવ્યો હતો. ગણતરીના સમયમાં બે ઇંચ વરસાદ ખાબકતા ધસમસતા પાણીએ સ્થાનિકોમાં ભય ફેલાવ્યો હતો

Bharuch : અડધો કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો, નર્મદા બે કાંઠે વહેતી થઇ, રાજપરામાં ચેકડેમ ઓવરફ્લો થયો
The water level of rivers increased

Follow us on

નર્મદા(Narmada) જિલ્લામાં ભારે વરસાદના પગલે કરજણ જળાશયમાંથી છોડાતા 50 હજાર ક્યુસેક પાણીના કારણે ગરૂડેશ્વર વિયર ઓવરફ્લો થવા સાથે ડાઉન સ્ટ્રિમમાં નર્મદા નદીનું જળસ્તર વધ્યું છે.ભરૂચ(Bharuch) નજીક રેવાજી બે કાંઠે વહેતા થયા છે. સીઝનમાં પહેલીવાર નર્મદાનું આ નયનર૫મય સ્વરૂપ જોવા મળ્યું છે તો સાથે હાલમાં નર્મદા ભયજનક સપાટીને સ્પર્શે તેવી કોઈ ચેતવણી ન હોવાથી તંત્ર માટે પણ રાહતના સમાચાર માનવામાં આવી રહ્યા છે. સવારે 7 કલાકે ભરૂચ ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીની સપાટી 10.49 ફૂટ હતી. જે બપોરે 2 કલાકે 4.99 ફૂટ વધીને 15.48 ફૂટ થઇ હતી. પૂનમની ભરતીને લઈ ને પણ ગોલ્ડનબ્રિજ ખાતે સપાટી વધવા સાથે નર્મદા નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો હતો અને 17 ફુટ સુધી સપાટી સ્પર્શી હતી. નર્મદાનું વોર્નિંગ લેવલ 22 ફુટ છે.

 

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

 

ભરૂચ શહેરમાં માત્ર અડધા કલાકમાં 2 ઇંચ વરસેલા વરસાદે જળબંબાકારની સ્થિતિનું સર્જન કરી નાખ્યું હતું. ભરૂચ શહેર અને જિલ્લામાં વરસાદને લઈ હાલ રેડ એલર્ટ અપાયું છે. આજે સોમવારે બપોરથી સતત વરસાદી ઝાપટા વરસી રહ્યા છે. બે ઇંચ વરસાદ વરસતા શહેરમાં પાણીના ભરાવાની સમસ્યાઓ ઉભી થઇ હતી. શહેરના સેવાશ્રમ રોડ અને પાંચબત્તી વિસ્તારમાં પાણી દુકાનોમાં ઘુસી જતા દુકાનદારો સમાન બચાવવા દોડધામ કરવા લાગ્યા હતા. પાણી વચ્ચે અચાનક ભુવો પડતા પોલીસ જવાન ખાબક્યો હતો. શક્તિનાથ અને કલેકટર કચેરી માર્ગે આવેલું ગરનાળુ પણ વરસાદી પાણીથી ભરાઈ ગયું હતું. હાલ શહેરમાં ભૂગર્ભ ગટર માટે કરેલા ખોદકામથી શહેરની સ્થિતિ બદ થી બદતર બની ગઈ હતી.

વાલીયા તાલુકાના રાજપરા ગામે ચેકડેમ ઓવરફ્લો થયો છે. ડેડીયાપાડા, નેત્રંગ ,વાલીયા તાલુકામાં ભારે વરસાદના પગલે ચેક ડેમો ઓવર ફ્લો થયા છે. ખેડૂતોએ પણ ચેકડેમ ઓવરફ્લો થતાં નવાનીર ના વધામણાં કર્યા હતા.

સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી વરસેલ વરસાદના આંકડા આ મુજબ હતા

  • ભરૂચ 2 ઇંચ
  • અંકલેશ્વર 1 ઇંચ
  • આમોદ 7મી.મી.
  • વાગરા 12 મી.મી.
  • હાંસોટ 16મી.મી.
  • જંબુસર 7 મી.મી.
  • વાલિયા 2 ઇંચ
  • ઝઘડિયા 1.5 ઇંચ
  • નેત્રંગ 2.5 ઇંચ

ભરૂચના ચાર રસ્તા ગાંધીબજાર વિસ્તારમાં વરસાદી પાણીએ જાણે ફ્લેશ ફ્લડ જેવો આભાસ કરાવ્યો હતો. ગણતરીના સમયમાં બે ઇંચ વરસાદ ખાબકતા ધસમસતા પાણીએ સ્થાનિકોમાં ભય ફેલાવ્યો હતો જોકે વરસાદ વિરામ લેતા લોકોએ રાહતનો દમ લીધો હતો. ઉલ્લેખનીય છે કે 2 દિવસ ભારે વરસાદની આગાહીના પગલે લોકોને સતર્ક રહેવા તંત્ર તરફથી અપીલ કરવામાં આવી છે. ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ બિનજરૂરી પ્રવાસ ટાળવા અનુરોધ કર્યો છે.

Next Article