કાંકરિયા ધર્માંતરણ કેસમાં ધરપકડનો આંક 16 ઉપર પહોંચ્યો, NRI ને ધર્માંતરણ માટે નેટર્વક તૈયાર કરી આપનાર ઝડપાયો

|

Jul 08, 2022 | 1:52 PM

ગુન્હાની તપાસ દરમ્યાન ફરાર આરોપીઓની  તપાસ કરતા ભરૂચ એસ.ઓ.જી. ટીમને વધુ 2 આરોપીઓ મળી આવ્યા છે. બંને ગુનામાં સક્રિય ભૂમિકા ભજવી હતી.

કાંકરિયા ધર્માંતરણ કેસમાં ધરપકડનો આંક 16 ઉપર પહોંચ્યો, NRI ને ધર્માંતરણ માટે નેટર્વક તૈયાર કરી આપનાર ઝડપાયો
Two more arrests in conversion case

Follow us on

ભરૂચ(Bharuch) જિલ્લામાં આમોદ તાલુકાના કાંકરિયા(Kakariya) ગામે 100 થી વધુ લોકોના ધર્માંતરણના કેસ(Conversion Case)માં ભરૂચ એસઓજી એ વધુ 2 આરોપીઓની ધરપકડ કરી છે. આ સાથે આદિવાસીઓના ધર્માંતરણમાં ઝડપાયેલા આરોપીઓનો આંક 16 ઉપર પોહચ્યો છે.આમોદ તાલુકાના કાંકરિયા ગામે 100 થી વધુ લોકોના ધર્માંતરણમાં ભરૂચ SOG તપાસ ચલાવી રહી છે.મામલામાં મુખ્ય આરોપી માનવામાં આવતા NRI અબ્દુલ આદમ ફેફડાવાલા હજુ ફરાર છે. કલમ 70 હેઠળ પોલીસે ફેફડાવાળાનું વોરંટ મેળવ્યું છે. વોરંટ બાદ પોલીસ હવે રાજ્યભરમાં અને રાજ્ય બહારની પોલીસ અને સંપર્કોને વિગતો મોકલી તપાસ કરાવી શકે છે. પોલીસ આ મામલે ફરાર આરોપીઓ વિરુદ્ધ મિલ્કત જપ્તી પણ કરી શકે છે.

14 આરોપીઓ જ્યુડીશ્યલ કસ્ટડીમાં મોકલાયા

આમોદ પોલીસ સ્ટેશનનાં કાકરીયા ગામના ધર્માંતરણની ગેરકાયદેસર પ્રવૃતિ બાબતે અગાઉ કુલ -૧૪ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે . પોલીસે ગુનામાં  અબ્દુલ અજીજ પટેલ, યુસુફભાઇ જીવણભાઇ પટેલ , ઐયુબ બરકત પટેલ , ઇબ્રાહીમ પુના પટેલ , યાકુબ ઈબ્રાહીમ શંકર , રીઝવાન મહેબુબભાઈ પટેલ , ઠાકોરભાઈ ગીરધરભાઈ વસાવા , સાજીદભાઈ અહમદભાઈ પટેલ , યુસુફ વલી હસન પટેલ ,ઐયુબ બસીરભાઈ પટેલ , અબ્દુલ સમદ મહમદ દાઉદ પટેલ , શાબીર ઉર્ફે શબ્બીર મહમદ દાઉદ પટેલ ( બેકરીવાલા ) , હસન ઇસા ઈબ્રાહીમ પટેલ ( ટીસલી ) અને  ઇસ્માઇલ યાકુબ મુસા પટેલ ( ડેલાવાલા ) ની ધરપકડ કરી છે. કોર્ટે 8 જુલાઈ 2022 ના રોજ આ તમામ આરોપીઓની જામીન અરજી રદ કરતા હાલ આ આરોપીઓ જ્યુડિશયલ કસ્ટડીમાં મોકલી અપાયા છે.

એલચી પર્સમાં રાખવાથી શુ થાય છે?
આજનું રાશિફળ તારીખ : 11-10-2024
ટેસ્ટમાં સૌથી ઝડપી ત્રેવડી સદી ફટકારનાર બેટ્સમેન
ગંદુ અને પીળુ પડી ગયેલુ મોબાઈલ કવર મિનિટોમાં થઈ જશે સાફ, બસ કરી લો આ કામ
ઘરમાં લગાવો આ ચાર પેઈન્ટીંગ્સ, થશે ધનવર્ષા
પરંપરાગત પોશાકમાં સજ્જ હોય છે આ ગુજરાતી સિંગર, જુઓ ફોટો

ધર્માંતરણમાં સક્રિય વધુ 2 ઝડપાયા

ગુન્હાની તપાસ દરમ્યાન ફરાર આરોપીઓની  તપાસ કરતા ભરૂચ એસ.ઓ.જી. ટીમને વધુ 2 આરોપીઓ મળી આવ્યા છે. પોલીસે સરફરાજ ઉર્ફે જાવીદ ખુજી ઉર્ફે જાવીદ મુફતી સલીમ હશન યુસુફ ઈબ્રાહીમ પટેલ રહેવાસી આછોદ , સુથાર ફળીયુ , ગ્રામ પંચાયતની બાજુમાં તા.આમોદ જિ ભરૂચ અને  રમીઝરાજા ઉર્ફે ઓવેશ અબ્દુલગની અબ્દુલરહીમ ખાનજી ( વ્હોરા ) રહે – નડીયાદ , મરીડ ભાગોળ , મહમદી મસ્જીદ પાસે , ઈદાયત નગર ,નડીયાદ ને ઝડપીએ પાડ્યા છે . આ બંને મુસ્લીમ ધર્મ પરિવર્તન કરેલ લોકો માટે હાથ લારીઓ તથા અનાજ , કપડા , દવા તથા કાંકરીયા ગામના આર્થિક રીતે નબળા વર્ગના લોકોને પૈસાની લાલચ આપી તથા નોકરી આપવાની લાલચ આપી અથવા તો કોઇને કોઇ રીતે કોઇ કામમાં હેરાન થતો હોય તો તે સમસ્યા હલ કરાવી આપવાની લાલચ આપી લલચાવી ફોસલાવી તેમજ તેઓને ધાર્મિક શિક્ષણ આપી ધર્માંત્તરણ કરાવતા હતા.

સરફરાજ ઉર્ફે જાવીદે ફેફડાવાળાને નેટવર્ક ગોઠવી આપ્યું હતું

સરફરાજ ઉર્ફે જાવીદ ખુજી ઉર્ફે જાવીદ મુફતી સલીમ હશન યુસુફ ઈબ્રાહીમ પટેલએક મૌલવી છે. આ શકશે વકાવત્રાના મુખ્ય આરોપી NRI અબ્દુલ આદમ ફેફડાવાલાને ટીપ આપી હતી કે મોટી સંખ્યામાં લોકોનું કાંકરિયા ખાતે ધર્માંતરણ થી શકે તેમ છે. તેને નેટવર્ક ગોઠવી આપ્યું હતું.જાવીદે  આદમ ફેફડાવાલાની સ્થાનિકો સાથે મિટિંગ કરાવી હતી જેમાં લાલચ આપવામાં આવી હતી.

આરોપીઓના 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવશે : ASP વિશાખા ડબરાલે

મામલે પોલીસે પત્રકાર પરિષદ યોજી હતી. જંબુસર ડિવિઝનના વિભાગીય પોલીસ અધિક્ષક અને ASP વિશાખા ડબરાલે જણાવ્યું હતું કે 14 આરોપીઓ ધરપકડ બાદ હાલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ કરી દેવાઈ છે. આજે ઝડપાયેલા બંને આરોપીઓની પૂછપરછ માટે પોલીસ 14 દિવસના રિમાન્ડ મેળવવા પ્રયત્ન કરશે.

આરોપીઓને ઝડપી પાડવામાં પોલીસ સબ ઇન્સ્પેકટર મિતેષ સકુરિયાં અને એન એમ રાઠોડ સાથે પોલીસકર્મીઓ દર્શકભાઈ,  ગોવિંદરાવ, ગુફરાનભાઈ, સાગરભાઈ અને મનોજભાઈએ જહેમત ઉઠાવી હતી.

Published On - 1:50 pm, Fri, 8 July 22

Next Article