બંગાળમાં બે મહિના કમ્પાઉન્ડરની નોકરી પછી ગુજરાતમાં શ્રમજીવીઓ ઉપર શરૂ થાય છે ઇલાજના અખતરાં, પોલીસની આંખો ઉઘાડતી કાર્યવાહી

|

Jul 04, 2022 | 3:27 PM

ભરૂચ એસઓજીના પોલીસ ઇન્સ્પેકટર વી બી કોઠીયાને આ ઝોલાછાપ તબીબો અંગે બાતમી મળતા SOG એ દહેજ મેરિન પોલીસ સ્ટેશન અંતર્ગતનો વિસ્તાર ધમરોળવા માંડ્યો હતો.

બંગાળમાં બે મહિના કમ્પાઉન્ડરની નોકરી પછી ગુજરાતમાં શ્રમજીવીઓ ઉપર શરૂ થાય છે ઇલાજના અખતરાં, પોલીસની આંખો ઉઘાડતી કાર્યવાહી
4 Bogus Doctor Arrested

Follow us on

ઔદ્યોગિક નગરી ભરૂચ(Bharuch)માં મોટી સંખ્યામાં શ્રમજીવી પ્રજા વસવાટ કરે છે. સ્થાનિક શ્રમજીવીઓને સસ્તા ઈલાજ અને કામોત્તેજક દવાઓ આપવાના ભણે તેમના આરોગ્ય સાથે ચેડાં કરતા ૪ મુન્નાભાઈને ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ઝડપી પાડી લોકઅપ ભેગા કરી દીધા છે. આ કહેવાતા તબીબો કોઈપણ પ્રકારની ડિગ્રી વગર હાટડીઓ ખોલી લોકોના સ્વાસ્થ્ય સાથે અખતરા કરવા માંડ્યા હતા. પોલીસે બિશ્વજીત ત્રિનાથ બિસ્વાસ , ઉત્તમ સુશાંતા મોંડળ , શંકર સ્વપન દેબનાથ અને મધુમંગળ જયદેવ બિશ્વાશ નામના કહેવાતા તબીબોની ધરપકડ કરી છે.આ ચારેય  બોગસ તબીબ પશ્ચિમ બંગાળના છે.

દહેજ બંદર એક એવો વિસ્તાર માનવામાં આવે છે જ્યાં લગભગ દેશના દરેક પ્રાંતના લોકો આવીને વસ્યા છે. અહીં મોટી સંખ્યામાં શ્રમજીવીઓ પણ રોજગારી માટે આવ્યા છે. કોરોનકાળ બાદ વ્યક્તિ આરોગ્યલક્ષી સામાન્ય લક્ષણોને પણ ગંભીરતાથી લેતો થયો છે. તબીબી અભિપ્રાય મેળવી નિશ્ચિન્ત બનવાનું વિચારતો વ્યક્તિ મોટી મુશ્કેલીમાં મુકાય તેવી સિનતાજનક સ્થિતિ દહેજમાં નિર્માણ પામી હતી. અહીં તબીબના વેશમાં ઠગ તબીબ બનીને બેઠા હતા જે લોકો ઉપર અખતરા કરી લાલ પીળી ગોળીઓ પધરાવવા માંડયા હતા અને ઇન્જેક્શન પણ લગાવી દેતા હતા.

પશ્ચિમ બંગાળમાં બે મહિનામાં બોગસ તબીબ તૈયાર કરી દેવાય છે

પશ્ચિમ બંગાળમાં કેટલાક ભેજાબાજો ભણતર વિના લોકોને બોગસ તબીબ બનવાની તાલીમ આપે છે.આ લોકોને સામાન્ય દવાઓની માહિતી અપાય છે અને બાકી તે અખતરાઓ કરવા માંડે છે. એકાદ બે મહિના કમ્પાઉન્ડરની નોકરી કરી બંગાળના આ લોકો સીધા ભરૂચમાં દવાખાનું ખોલી નાખે છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

ભરૂચ એસઓજીના પોલીસ ઇન્સ્પેકટર વી બી કોઠીયાને આ ઝોલાછાપ તબીબો અંગે બાતમી મળતા SOG એ દહેજ મેરિન પોલીસ સ્ટેશન અંતર્ગતનો વિસ્તાર ધમરોળવા માંડ્યો હતો. કોઇ પણ જાતની મેડીકલ ડીગ્રી વિના મેડીકલના સાધનો સાથે એલોપેથિક દવાઓ અને ઇન્જેકશન રાખી ઇલાજના નામે લોકોને ઠગતા ૪ ની એકજ દિવસમાં ધરપકડ કરાઈ છે.

ઝડપાયેલ બોગસ તબીબ

  1. બિશ્વજીત ત્રિનાથ બિસ્વાસ રહે . જાગેશ્વર , તા.વાગરા , જિ.ભરૂચ , મુળ રહે . હુદા , તા.ધાંતલા , જિ.નદીયા ( પશ્ચિમ બંગાળ )
  2. ઉત્તમ સુશાંતા મોંડળ હાલ રહે . લખીગામ ચોકડી , સેઝ -૨ ગેટની સામે , લખીગામ , દહેજ , તા.વાગરા , જી ભરૂચ.મૂળ રહે.થાણા – હુડા દિગંબરપુર જી . નાદીયા ( પશ્ચિમ બંગાળ )
  3. શંકર સ્વપન દેબનાથ હાલ રહે . લખીગામ ચોકડી , સેઝ – ર ગેટની સામે , લખીગામ , દહેજ , તા.વાગરા , જી ભરૂચ.મૂળ રહે.થાણા – કાલના પો.સ્ટ.નંનદાઇ જી.બર્ટમાન ( પશ્ચિમ બંગાળ )
  4. મધુમંગળ જયદેવ બિશ્વાશ રહે.જાગેશ્વરગામ તા.વાગરા જી . ભરૂચ મુળ રહે . ગામ ગબરપુતા તા.કિષ્ણાનગર જી.નદીયા ( પશ્ચિમ બંગાળ )

બોગસ તબીબોને ઝડપી પાડવાની કામગીરીમાં PI વી બી કોઠીયા સાથે પોલીસકર્મીઓ હરેશભાઈ, દર્શકભાઇ , રવિન્દ્રભાઇ , અનિરૂધ્ધસિંહ , વરસનભાઇ , ભાવસીંગભાઈ , મેહુલકુમાર , મો.ગુફરાન અને ભુમિકાબેને જહેમત ઉઠાવી હતી.

Published On - 3:24 pm, Mon, 4 July 22

Next Article