Make In India : ઉત્તરાયણ પર્વમાં દોરા બાદ હવે ચાઈનીસ ફિરકીને જાકારો મળશે, અંકલેશ્વરમાં હજારો ફિરકીઓનું ઉત્પાદન કરાયું

|

Dec 24, 2022 | 2:53 PM

અંકલેશ્વર જી.આઈ.ડી.સીમાં સ્ટીલના ફિરકાનું મોટી માત્રામાં ઉત્પાદન કરે છે છેલ્લા 20 વર્ષથી પતંગ રસિકોના હાથમાં 14મી જાન્યુઆરીના રોજ ફિરકા હોય છે ફેકટરીના માલિકને કોરોના કાળમાં નિરાશા જોવા મળી હતી. ફિરકા ચીનથી આયત ન કરી ભારતના તમામ સામાનની મદદથી બનાવવામાં આવી રહ્યા છે.

Make In India : ઉત્તરાયણ પર્વમાં દોરા બાદ હવે ચાઈનીસ ફિરકીને જાકારો મળશે, અંકલેશ્વરમાં હજારો ફિરકીઓનું ઉત્પાદન કરાયું
Firki has been manufactured in Ankleshwar based on Make in India

Follow us on

આકાશી યુદ્ધના પર્વમાં ફિરકીનું ખુબ મહત્વ હોય છે. બજારમાં અલગ – અલગ મટીરીયલની  ફિરકી મળતી હોય છે. ઉતરાયણ પર્વ દરમ્યાન ઘણીવાર નબળી ફિરકી તૂટી જવાના કારણે આખા પર્વની મજા બગડી જતી હોય છે. દેશની સૌથી મોટી અંકલેશ્વર જી.આઈ.ડી.સી કેમિકલ ઉત્પાદન સાથે હવે આકાશી યુદ્ધના પતંગના ફિરકાના ઉત્પાદન માટે પણ જાણીતી બની છે. અંકલેશ્વરમાં  મોટી માત્રામાં ફિરકાનું ઉત્પાદન થઈ રહ્યું છે. અહીં હજારોની સંખ્યામાં ફિરકાઓ તૈયાર થઇ રહ્યા છે.ભરૂચ જિલ્લાના ફિરકા આકાશી યુદ્ધની ઓળખ બનવા જઈ રહ્યા છે. ચાઇનીસ દોરા બાદ હવે ચાઇનીસ ફિરકીને પણ જાકારો મળવા જઈ રહ્યો છે.

એન્જિનિયરિંગ ફેક્ટરી ખાતે સ્ટીલના ફિરકા બને છે

હજુ તો ઉતરાયણ પર્વને પખવાડિયા કરતા વધુ સમય બાકી છે પણ અત્યારે માર્કેટમાં ઉતરાયણ પર્વની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. દુકાનોમાં પતંગોનું નિર્માણ  ફેક્ટરીઓમાં ફિરકીઓ બનાવવાની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જી.આઇ.ડી.સી.ની  એન્જિનિયરિંગ ફેક્ટરીમાં સ્ટીલની ફિરકી બનાવવામાં આવી રહી છે.

દશેરાથી ફિરકા બનાવવાનું કામ શરૂ થાય છે

ઉદ્યોગકાર સંદીપ છત્રીવાલા મોટી માત્રામાં સ્ટીલની  ફિરકીનું મેન્યુફેક્ચરિંગ કરે છે. તેઓ દિવાળી પર્વ બાદ દશેરાના દિવસે ફિરકીના ઉત્પાદનનું મુહૂર્ત કરે છે અને કામની શરૂઆત કરે છે. તેઓ  છેલ્લા 20 વર્ષથી ફિરકી બનાવવાનું કામ કરે છે. આ સ્ટીલની ફિરકીઓ અંકલેશ્વર,ભરૂચ,વડોદરા, સુરત, ખંભાત સહિત ગુજરાતના અન્ય શહેરોમાં વેચાણ માટે મોકલાય છે.

જાણો સ્વાસ્થ્ય માટે સફેદ અને કાળા મરી, બંન્નેમાંથી ક્યાં છે ફાયદાકારક
આજનું રાશિફળ તારીખ : 22-01-2025
રિંકુ સિંહની ભાવિ પત્ની આ ખાસ વ્યક્તિની છે મોટી ફેન
Jaggery with Black Solt Benefits : ગોળ અને સંચળ ખાવાથી શરીરમાં દેખાશે આ ફેરફાર
Peanuts : મગફળી ખાધા પછી તરત જ પાણી પીધું તો ગયા સમજજો, જાણો કારણ
રિંકુ સિંહનું કરોડોનું ઘર કોના નામે છે?

કોરોનાના અહેવાલોથી વેચાણમાં ઘટાડાનો ભય

સંદીપ ચંદ્રકાંત છત્રીવાલાએ જણાવ્યું હતું કે તેઓ અંકલેશ્વર ઓદ્યોગિક વિસ્તારમાં ફેક્ટરી ચલાવે છે. ઉતરાયણ પર્વમાં તેઓ ઘણા વર્ષોથી સ્ટીલના ફિરકા બનાવે છે. તેનું મેન્યુફેક્ચરિંગનું કામ ઘણા વર્ષોથી કરે છે. છેલ્લા 20 વર્ષથી સ્ટીલના ફિરકા  બનાવે છે. માર્કેટમાં ત્રણ ચાર દિવસથી માહોલ ઠંડો થઈ ગયો છે. છેલ્લા ત્રણ ચાર દિવસથી કોરોનાના અહેવાલોના પગલે વેચાણમાં ઘટાડો થવાનો ભય છે.

Make in India ને પ્રાધાન્ય

અંકલેશ્વર જી.આઈ.ડી.સીમાં સ્ટીલના ફિરકાનું મોટી માત્રામાં ઉત્પાદન કરે છે છેલ્લા 20 વર્ષથી પતંગ રસિકોના હાથમાં 14મી જાન્યુઆરીના રોજ ફિરકા હોય છે ફેકટરીના માલિકને કોરોના કાળમાં નિરાશા જોવા મળી હતી. ફિરકા ચીનથી આયત ન કરી ભારતના તમામ સામાનની મદદથી બનાવવામાં આવી રહ્યા છે. ભારતીય તહેવારો ઉપર ચીની સામાનના પ્રભુત્વને ઘટાડવા માટે Make in India ને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે.

Published On - 2:53 pm, Sat, 24 December 22

Next Article