ભરૂચના આંકડા અધિકારીની અનોખી આદત કે જેને લઈને ટ્રેનમાં જોવાય છે તેમની ખાસ રાહ, જાણો કોણ છે આ અધિકારી અને શું હોય છે તેની બેગમાં?

ભરૂચના આંકડા અધિકારી પ્રશાંત વાઘાણી તેમના સેવાકીય સ્વભાવને લઈ ચર્ચાઓમાં રહે છે જેમના અનેક વિડીયો પણ સોસીયલ મીડિયામાં વાઇરલ થઈ ચુક્યા છે. મૂળ સૌરાષ્ટ્રના પણ વર્ષોથી સુરતમાં રહેતા પ્રશાંત વાઘાણીને સરકારી નોકરીમાં ભરૂચમાં પોસ્ટિંગ અપાયું છે. આંકડા અધિકારી તરીકે ફરજ બજાવતા પ્રશાંત મુસાફરી દરમ્યાન અને કચેરીમાં નવરાશના સમયમાં જાહેર મિલકતોની જાળવણી અને સામાજિક કાર્યોની સુવાસ […]

ભરૂચના આંકડા અધિકારીની અનોખી આદત કે જેને લઈને ટ્રેનમાં જોવાય છે તેમની ખાસ રાહ, જાણો કોણ છે આ અધિકારી અને શું હોય છે તેની બેગમાં?
http://tv9gujarati.com/bharuch-na-aankd…-che-teni-bag-ma/
| Edited By: | Updated on: Sep 18, 2020 | 6:31 PM

ભરૂચના આંકડા અધિકારી પ્રશાંત વાઘાણી તેમના સેવાકીય સ્વભાવને લઈ ચર્ચાઓમાં રહે છે જેમના અનેક વિડીયો પણ સોસીયલ મીડિયામાં વાઇરલ થઈ ચુક્યા છે. મૂળ સૌરાષ્ટ્રના પણ વર્ષોથી સુરતમાં રહેતા પ્રશાંત વાઘાણીને સરકારી નોકરીમાં ભરૂચમાં પોસ્ટિંગ અપાયું છે. આંકડા અધિકારી તરીકે ફરજ બજાવતા પ્રશાંત મુસાફરી દરમ્યાન અને કચેરીમાં નવરાશના સમયમાં જાહેર મિલકતોની જાળવણી અને સામાજિક કાર્યોની સુવાસ ફેલાવે છે.

પ્રશાંત પોતાની બેગમાં ટિફિન સાથે પુસ્તકો, સ્લેટ -પેન, નાસ્તો, સોયદોરા અને ફેવીકોલ સાથે રાખે છે. મુસાફરી દરમ્યાન બસ અને ટ્રેનની સીટ કે પદડા ફાટેલા નજરે પડે તો તે સાંધી દે છે. કચેરીમાં પણ જો નાની-મોટી તુટફુટ નજર પડે તો રીસેષના સમયમાં જાતે જ રીપેર કરી નાખે છે. જાહેરમિલ્કતોની જાળવણી ઉપરાંત ટ્રેનમાં ભીખ માંગતા બાળકોને એકઠા કરી તેમને નાસ્તો કરાવે છે ,અને નાસ્તો કરતા બાળકોને લખતા વાંચતા શીખવાડે છે. નાસ્તાની લાલચમાં ગરીબ બાળકો ટ્રેનમાં પ્રશાંત વાઘાણીની રાહ જોતા હોય છે.

પ્રશાંતે વાતચીત દરમ્યાન જણાવ્યું હતું કે જાહેર મિલ્કતોએ આપણી મિલ્કતો છે જેમની જાળવણી આપણી ફરજ છે તો દેશના ભાવિ એવા બાળકો ભીખ માંગે તે તેમને યોગ્ય લાગતું નથી માટે તેઓ બાળકોને નાસ્તો આપી ભણાવે છે.

મુસાફરી દરમ્યાન  અન્ય મુસાફરો સાથે ગપ્પા મારવા કરતા આ અધિકારી મુસાફરીના સમયનો સદુપયોગ કરે છે જેમની પ્રજાલક્ષી કામગીરી ચોક્કસ આંખે ઉડીને વળગે છે અને અન્યને પણ આ કાર્ય પ્રોત્સાહિત કરે છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 4:56 pm, Sat, 12 September 20