ભરૂચ: મામલતદાર અને નાયબ મામલતદારને લાંચ લેતા ACBએ રંગહાથ ઝડપ્યા, મામલતદાર નાસી છૂટ્યા

|

Sep 18, 2020 | 1:37 PM

ભરૂચ જિલ્લાના આમોદના મામલતદાર અને નાયબ મામલતદાર રૂપિયા 10 હજારની લાંચ લેતા એસીબીના સકંજામા રંગેહાથ ઝડપાયા છે. આમોદના રાજકીય અગ્રણી પાસે જમીનના કામે માંગેલી લાંચમાં વડોદરા એક-બે ટ્રેપ કરી હતી. ટ્રેપની ગંધ આવી જતાં મામલતદાર નાસી છૂટ્યા હતા. જ્યારે નાયબ મામલતદારને લાંચની રકમ સાથે દબોચી લેવાયા હતા. ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના મામલતદાર અને નાયબ મામલતદારે […]

ભરૂચ: મામલતદાર અને નાયબ મામલતદારને લાંચ લેતા ACBએ રંગહાથ ઝડપ્યા, મામલતદાર નાસી છૂટ્યા

Follow us on

ભરૂચ જિલ્લાના આમોદના મામલતદાર અને નાયબ મામલતદાર રૂપિયા 10 હજારની લાંચ લેતા એસીબીના સકંજામા રંગેહાથ ઝડપાયા છે. આમોદના રાજકીય અગ્રણી પાસે જમીનના કામે માંગેલી લાંચમાં વડોદરા એક-બે ટ્રેપ કરી હતી. ટ્રેપની ગંધ આવી જતાં મામલતદાર નાસી છૂટ્યા હતા. જ્યારે નાયબ મામલતદારને લાંચની રકમ સાથે દબોચી લેવાયા હતા. ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના મામલતદાર અને નાયબ મામલતદારે ફરિયાદીના જમીનના કામ પતાવવા માટે રૂપિયા 10 હજારની લાંચની માંગણી કરી હતી.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આમોદ તાલુકા મામલતદાર કચેરીમાં ફરિયાદી જમીનનું કામ લઈ ગયા હતા. કામની પતાવટ સામે મામલતદાર અને નાયબ મામલતદારે વહીવટની વાત કરી 10 હજાર રૂપિયા લાંચની રકમ નક્કી કરી હતી. મામલતદાર અને  નાયબ મામલતદાર ચિરાગ ડોડીયાને આજે ફરિયાદી લાંચની રકમ આપવા એસીબીની ટીમ સાથે પહોંચ્યા હતા. નાયબ મામલતદાર ચિરાગ ડોડીયા રકમ સ્વીકારતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા. એસીબી ટ્રેપથી હોવાનું ખબર પડતા મામલતદાર નાસી ગયા હતા. મામલતદાર કચેરીમાં ઉચ્ચ અધિકારીઓ લાંચના પ્રકરણમાં ઝડપાતા સોપો પડી ગયો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Published On - 12:07 am, Thu, 17 September 20

Next Article