જમ્મુ કાશ્મીરનાં પુલવામામાં થયેલ આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને ભરૂચની આત્મીય વિદ્યાલયના બાળકોએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. બાળકોએ નર્મદા નદીના કિનારે પ્રાર્થના સભા યોજી શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી તો સાથે જ પાકિસ્તાન અને આતંકવાદ વિરોધી નારા લગાવ્યા હતા
જમ્મુ કાશ્મીરનાં પુલવામાં થયેલ આતંકી હુમલામાં ૪૦થી વધુ જવાનો શહીદ થયા છે ત્યારે સમગ્ર દેશમાં શોક સાથે આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે. ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ આત્મીય શાળાના બાળકોએ શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. ભરૂચના 500 વિદ્યાર્થીઓએ પીએમ નરેન્દ્ર મોદીને વિનંતી કરી છે કે તેમને મળતી તમામ સહાય,સુવિધા અને સગવડ બંધ કરો પણ નાપાક લોકો મનમાં ભારત ઉપર હુમલાનો વિચાર કરતા પણ કાપી ઉઠે તેવી સ્થિતિનું નિર્માણ કરો.
આ પણ વાંચો : પુલવામામાં શહીદોના પાર્થિવ દેહની ઓળખ કરી શકે છે ગુજરાતની આ જ સંસ્થા
બાળકો નર્મદા નદીના કિનારે પ્રાર્થના કરી મૌન પાળી શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી હતી. સાથે જ બાળકોએ આતંકવાદ અને પાકિસ્તાન વિરોધી નારા પણ લગાવ્યા હતા અને સરકાર પાસે કડક કાર્યવાહીની માંગ કરી હતી
શાળાના એક વિદ્યાર્થીએ જણાવ્યું કે, આપનો દેશ કે આપણું સૈન્ય કમજોર નથી કે જે આવા હુમલાઓથી ડરી જાય. મારી સરકાર અને પીએમ નરેન્દ્ર મોદીને વિનંતી છે કે જરૂર પડે તો અમને મળતી તમામ સુવિધાઓ પછી ખેંચી લો પણ સબક શીખવાડવો જરૂરી છે.
એક વિદ્યાર્થીનીનું કહેવું છે કે, એકવાર ઉરીના હુમલોનો જવાબ આપણે આપી ચુક્યા છે હવે સર્જીકલ સ્ટ્રાઇક કરતા પણ નક્કર કામગીરી કરી નાપાક તત્વો ભારત ઉપર હુમલાનો વિચાર કરતા પણ કાપી જાય એ પરિસ્થિતિનું નિર્માણ એ ભારતના બાળકોની માંગ છે.
[yop_poll id=1450]
Published On - 11:20 am, Fri, 15 February 19