ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ચોરખાનું બનાવી દારૂની ખેપ મારવાના પ્રયાસને નિષ્ફ્ળ બનાવ્યો, જુઓ વિડીયો

|

Apr 23, 2022 | 8:36 AM

બાતમી ખોટી પડી હોવાના અનુમાન સાથે કાર રવાના કરવાના વિચાર વચ્ચે પોલીસ કારના નીચેના હિસ્સામાં એક કોન્સ્ટેબલને તપાસ કરવા મોકલતા તેને તળિયાના ભાગમાં એક ઢાંકણું નજરે પડ્યું હતું. આ ઢાંકણું ખોલવામાં આવતા તેમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ચોરખાનું બનાવી દારૂની ખેપ મારવાના પ્રયાસને  નિષ્ફ્ળ બનાવ્યો, જુઓ વિડીયો
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે કારનાં ચોરખાનામાંથી દારૂ ઝડપી પાડ્યો

Follow us on

ભરૂચ(Bharuch) જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે ડો. લીના પાટીલે(Dr. Leena Patil) ચાર્જ સંભાળ્યા બાદ જિલ્લામાં દારૂ અને જુગારની બદી દૂર કરવા ઉપર ભાર મુકવામાં આવી રહ્યો છે. કામગીરીને પરિણામલક્ષી બનાવવા માટે બદલીઓનો ગંજીફો ચીપવામાં આવતા ફફડાટ વચ્ચે પોલીસકર્મીઓ દારૂ – જુગારનો વેપલો સદંતર બંધ રહે તે માટે જોર લગાવી રહ્યં છે. આ વચ્ચે ભરૂચ ક્રાઈમ બ્રાન્ચે (Bharuch Crime Branch)ચોરખાનું બનાવી દારૂની ખેપના કાવતરાને નિષ્ફ્ળ બનાવ્યું છે. પોલીસે દારૂનો જથ્થો ઝડપી પાડી એક ખેપિયાની ધરપકડ કરી છે જયારે દારૂ મંગાવનાર વ્યક્તિને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

 

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

 

 

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર બી એમ સાગરના જણાવ્યા અનુસાર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેકટર એમ . એચ વાઢેર ટિમ સાથે પેટ્રોલ કરી રહ્યા હતા ત્યારે ટવેરા કારમાં દારૂની ખેપ મારવામાં આવી રહી હોવાની બાતમી મળી હતી. પીએસઆઇ વાઢેર ટીમના સભ્યો કોન્સ્ટેપલ મહિપાલ , શ્રીપાલ, વિશાલ અને હિતેશને સાથે રાખી વોચ ગોઠવતા શકમંદ ટવેરા કાર નજરે પડી હતી. પોલીસે કારણે અટકાવી તલાસી લીધી હતી પરંતુ કારમાં દારૂનો જથ્થો મળી આવ્યો ન હતો. બાતમી ખુબજ ચોક્કસ હોવાથી પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી.

બાતમી ખોટી પડી હોવાના અનુમાન સાથે કાર રવાના કરવાના વિચાર વચ્ચે પોલીસ કારના નીચેના હિસ્સામાં એક કોન્સ્ટેબલને તપાસ કરવા મોકલતા તેને તળિયાના ભાગમાં એક ઢાંકણું નજરે પડ્યું હતું. આ ઢાંકણું ખોલવામાં આવતા તેમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચે ૭૨ બોટલ વિદેશી દારૂ સાથે કાર ચાલક છેતરણ પટેલની ધરપકડ કરી ચેહ જયારે દારૂ મંગાવનાર વિરલ નામના શક્શને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

બનાવ સંદર્ભે ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવા તજવીજ હાથ ધરી છે સાથે વોન્ટેડ બુટલેગરને ઝડપી પાડવા પણ ચક્રો ગતિમાન કરાયા છે. ઉલ્લેખનીય છે કે ભરૂચ પોલીસ દારૂ – જુગારની બળી અટકાવવા કડક બનતા બુટલેગરો પણ પોલીસને ચકમો આપવા અવનવા કીમિયા અજમાવે છે જોકે પોલીસે આવા કાવતરાઓનો પણ નિષ્ફ્ળ બનાવી દારૂનો જથ્થો ઝડપી પડી બુટલેગરોના પેતરા નિષ્ફ્ળ બનાવી રહી છે.

 

આ પણ વાંચો : Bharuch : ઝાડેશ્વર વિસ્તારમાં પાર્ક કાર સળગી ઉઠતા ફાયરબ્રિગેડે આગ ઉપર કાબુ મેળવ્યો, જુઓ Burning Car નો વિડીયો

આ પણ વાંચો : BHARUCH : કપાસની સારી ઉપજ અને પોષણસમ ભાવ મળતા કાનમ પ્રદેશના ખેડૂત બે પાંદડે થયા

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Published On - 8:23 am, Sat, 23 April 22

Next Article