અંબાજી માતાજીના ભંડારાની ગણતરીનો પ્રારંભ, 70થી 80 વ્યક્તિનો સ્ટાફ ગણતરીમાં જોતરાયો

નોંધનીય છેકે ગત વર્ષે કોરોનાના કારણે મંદિર બંધ હતું. પરંતુ, ચાલુ વર્ષે એસઓપીમાં છુટછાટ મળતા શ્રધ્ધાળુઓ ધાર્મીક સ્થાને ઉમટ્યા હતા. આ વરસે શરૂ થયેલા નવા વર્ષના પ્રારંભે શક્તિપીઠ અંબાજીના મંદિરમાં સવારથી જ યાત્રિકોનો ધસારો જોવા મળ્યો હતો.

અંબાજી માતાજીના ભંડારાની ગણતરીનો પ્રારંભ, 70થી 80 વ્યક્તિનો સ્ટાફ ગણતરીમાં જોતરાયો
| Edited By: | Updated on: Nov 10, 2021 | 5:59 PM

આ વર્ષે સરકારે કોરોનાના કેસમાં ઘટાડો થતાં SOPમાં છૂટછાટ આપી છે.જેને લઇ અંબાજી મંદિરમાં ભંડાર ખોલવામાં આવ્યો હતો. મંદિરમાં આવેલી દાન ભેટની ગણતરી હાથ ધરવામાં આવી હતી.દિવાળી સિઝનના ભંડારાની આવકની ગણતરી હાથ ધરાઈ હતી.70થી 80નો સ્ટાફ ભંડારાની ગણતરીમાં લાગ્યો છે.મેન્યુઅલી સાથે મશીનથી રૂપિયા ગણાઈ રહ્યા છે..સવારથી શરૂ થયેલી ગણતરી મોડી સાંજ સુધી ચાલે તેવી શક્યતા છે.

નોંધનીય છેકે ગત વર્ષે કોરોનાના કારણે મંદિર બંધ હતું. પરંતુ, ચાલુ વર્ષે એસઓપીમાં છુટછાટ મળતા શ્રધ્ધાળુઓ ધાર્મીક સ્થાને ઉમટ્યા હતા. નવા વર્ષની શરૂઆતમાં મહત્તમ લોકો તીર્થધામો માં દર્શનાર્થે જતા હોય છે. જેમાં આ વરસે શરૂ થયેલા નવા વર્ષના પ્રારંભે શક્તિપીઠ અંબાજીના મંદિરમાં સવારથી જ યાત્રિકોનો ઘસારો જોવા મળ્યો હતો. આજે નવા વર્ષના પ્રારંભે યાત્રાધામ અંબાજીના મંદિરે છપ્પન ભોગનો અન્નકૂટ પણ ધારાવવામાં આવ્યો હતો. વિવિધ વ્યજંનઓ માતાજીના સન્મુખ ધરાવી માતાજીને ખુશ કરવાના પ્રયાસ કરાયા હતા સાથે પૂજારી દ્વારા બપોરના સમય અન્નકૂટની સાથે વિશેષ આરતી પણ કરવામાં આવી હતી. જોકે ગત વર્ષે કોરોના મહામારીના કારણે આ તમામ કાર્યક્રમો મુલતવી રાખ્યા હતા. પણ ચાલુ વર્ષે સરકાર તરફથી મળેલી છૂટછાટના પગલે આરતી દરમિયાન શ્રદ્ધાળુઓને પ્રવેશ પણ અપાયો હતો. જેને લઈ યાત્રિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. જેને લઇને આ વરસે માતાજીના ભંડારામાં ભક્તોએ અઢળક દાન કર્યું હતું. જેની આખરે ગણતરી શરૂ કરવામાં આવી છે. અને, તેનો આંકડો થોડા સમયમાં જ બહાર આવશે.