બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં ભરશિયાળે ઉનાળાના જેવી સ્થિતિ, પીવાના પાણી માટે મહિલાઓને પડાપડી કરવી પડે છે

બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં ભરશિયાળે ઉનાળાના જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે, શિયાળામાં પણ સુઈગામના લોદ્રાણી ગામના લોકો ટેન્કર દ્વારા પીવાના પાણી પર નિર્ભર છે, જેને લઇને સ્થાનિક લોકો પીવાનું પાણી પૂરું પાડવા માટેની કાયમી વ્યવસ્થા થાય તેવી માગ કરી રહ્યા છે

બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં ભરશિયાળે ઉનાળાના જેવી સ્થિતિ, પીવાના પાણી માટે મહિલાઓને પડાપડી કરવી પડે છે
બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં પીવાનાં પાણી માટે મહીલાઓની પડાપડી
| Edited By: | Updated on: Jan 30, 2022 | 6:41 PM

રાજ્ય સરકાર નલ સે જલ યોજના હેઠળ દરેક ઘરમાં નળથી પાણી પૂરુ પાડવવાની વાતો કરી રહી છે ત્યારે હકિકત એ છે કે બનાસકાંઠા (Banaskantha) ના સરહદી વિસ્તારોમાં લોકોને નળમાંથી પાણી મળવું તો દૂર ગામમાં ટેન્કર આવે તેના પર આધાર રાખવો પડે છે. આ વિસ્તારમાં ભરશિયાળે ઉનાળાના જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. શિયાળામાં પણ સુઈગામના લોદ્રાણી ગામના લોકો ટેન્કર દ્વારા પીવાના પાણી (drinking water) પર નિર્ભર છે. જેને લઇને સ્થાનિક લોકો પીવાનું પાણી પૂરું પાડવા માટેની કાયમી વ્યવસ્થા થાય તેવી માગ કરી રહ્યા છે.

બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં હંમેશા પાણીના પ્રશ્નો યથાવત્ રહે છે. ભારત પાકિસ્તાન બોર્ડર (Pakistan Border)  ને અડીને આવેલા ગામોમાં વર્ષોથી પાણીની સમસ્યા અકબંધ છે. સુઇગામ (Suigam) તાલુકાનું લોદ્રાણી ગામ છેવાડે આવેલું છે. પરંતુ આજે આ ગામમાં પીવાનું પાણી મળતું નથી. છેલ્લા પંદર દિવસથી ગામમાં પીવાનું પાણી નથી આવતું. જેના કારણે ગામની મહિલાઓ તેમજ સ્થાનિક લોકો પરેશાન છે.

પાણી પુરવઠા વિભાગ દ્વારા જે પાણી પશુઓના હવાડા ભરવા માટે મૂકવામાં આવે છે. તે પાણી લોકો પોતાના પીવાના પાણી માટે ઉપયોગ માટે ઉપયોગ કરે છે. જ્યારે પણ પાણીનું ટેન્કર ગામમાં આવે છે ત્યારે પાણી મેળવવા માટે મહિલાઓ પડાપડી કરતી નજરે પડે છે. પાણી વિના લોકો હાલાકી ભોગવી રહ્યા છે.

સરહદી વિસ્તારના લોકો પાણી વિના પરેશાન છે. સ્થાનિક લોકો સરકારને વિનંતી કરી રહ્યા છે કે કોઈ પણ ભોગે સરકાર લોકો સુધી પાણી પહોંચાડે. વારંવાર પાણી મામલે અનેક વાયદાઓ કરવામાં આવે છે. પરંતુ પાણી સરહદી વિસ્તારના લોકો સુધી પાણી પહોંચતું નથી. જો આગામી સમયમાં પીવાના પાણીના મામલે યોગ્ય નિરાકરણ નહીં આવે તો આ વિસ્તારના લોકો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી રહ્યાં છે.

સરહદી વિસ્તારના ગામોમાં દર વખતે પીવાના પાણીના પ્રશ્નો યથાવત છે. આ વર્ષે પણ હવે આગામી સમયમાં ઉનાળો આકરો બનશે. ત્યારે જો શિયાળામાં જ પાણીનો પ્રશ્ન સ્થાનિક લોકો માટે મુશ્કેલી બનતો હોય તો ઉનાળામાં કયા પ્રકારની સ્થિતિ સર્જાશે તે જોવું રહ્યું.

આ પણ વાંચોઃ રાધનપુરના શેરગઢમાં યુવતી પર વિધર્મીના હુમલાની ઘટનામાં ભાભર બંધ, સવારથી જ બજારો સુમસામ

આ પણ વાંચોઃ Sabarkantha: અંબાજી મંદિરના દ્વાર ભક્તો માટે 1 ફેબ્રુઆરીથી ખુલશે, જાણો કયા નિયમોનું કરવુ પડશે પાલન