
છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતે સમગ્ર વિશ્વમાં ખાદ્ય પુરવઠો સપ્લાય કરીને મુખ્ય કૃષિપ્રધાન દેશની છબી બનાવી છે. ભારતની લગભગ દરેક પ્રકારની કૃષિ પેદાશોની આંતરરાષ્ટ્રીય બજારમાં માંગ છે, પરંતુ દેશી બટાકાએ વિદેશીઓમાં એક ખાસ ઓળખ ઉભી કરી છે. આજે શ્રીલંકા, ઓમાન, ઈન્ડોનેશિયા, મલેશિયા, મોરેશિયસ જેવા અનેક દેશોમાં ભારતના બટાકાની નિકાસ થઈ રહી છે. એમાં પણ ગુજરાત આ મામલે સૌથી આગળ છે, ત્યારે જાણી લઈએ કે દેશમાં ઉત્તર પ્રદેશ, બિહાર અને પંજાબમાં બટાકાનું ઉત્પાદન સૌથી વધુ થાય છે, પરંતુ ગુજરાતના બટાકાની માંગ કેમ વધુ રહે છે. ભારતમાં બટાકાનું ઉત્પાદન ભારતમાં જમીન અને આબોહવામાં વિવિધતા જોવા મળે છે. ભારતમાં રવિ સિઝનમાં બટાકાની ખેતી થાય છે. બટાકા એટલા માટે પણ ખાસ છે કારણ કે તેને શાકભાજીનો રાજા કહેવામાં આવે છે, જેની દેશ-વિદેશમાં ભારે માંગ છે. આજે ઘણા રાજ્યોના ખેડૂતો બટાકાની ખેતી કરીને સારો એવો નફો કમાઈ રહ્યા છે, જેમાં ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર, ગુજરાત, મધ્યપ્રદેશ અને પંજાબના બટાકાના ઉત્પાદનમાં મોખરે છે. દેશના કુલ બટાકા ઉત્પાદનમાં આ રાજ્યના...
Published On - 6:45 pm, Wed, 10 April 24