
હવામાન વિભાગની (Meteorological Department) આગાહી મુજબ ગુજરાતના (Gujarat) કેટલાક શહેર સહિત જિલ્લામાં મેઘરાજાએ જતા જતા જમાવટ બોલાવી છે. બનાસકાંઠા (Banaskantha) જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. બનાસકાંઠાના શિહોરમાં ભારે પવન સાથે વરસાદ તુટી પાડ્યો હતો. શિહોર, થરા, આકોલી, સહિતના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. બનાસકાંઠામાં મેઘરાજાની ધુંઆધાર બેટિંગના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. ભારે વરસાદના પગલે વાહનોચાલકો અટવાઇ ગયા હતા. લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. છેલ્લા રાઉન્ડમાં જિલ્લામાં અડધાથી લઈને પોણા બે ઈંચ વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને પગલે પાલનપુર-આબુરોડ નેશનલ હાઈવે પર પાણી ભરાઈ ગયા છે. સૂરમંદિર મલાના પાટિયા પાસે પાણી ભરાઈ જવાથી વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એક ટ્રક રસ્તા વચ્ચે જ ફસાઈ જતાં અન્ય વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. વરસાદના આંકડાની વાત કરીએ તો અમીરગઢમાં 1.5 ઈંચ, કાંકરેજમાં 1.75 ઈંચ, ડીસામાં અડધો ઈંચ, થરાદમાં અડધો ઈંચ, દાંતામાં અડધો ઈંચ, દિયોદરમાં 1.25 ઈંચ, પાલનપુરમાં 1.25 ઈંચ, ભાભરમાં 1 ઈંચ, લાખણીમાં 1.5 ઈંચ, વડગામમાં 1.25 ઈંચ અને સુઇગામમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો છે.
ગુજરાતમાં (Gujarat) ફરી વરસાદી માહોલ જામશે. હવામાન વિભાગે (Meteorological Department) ફરી ગુજરાતમાં ભારે વરસાદ (Heavy Rain) થવાની આગાહી કરી છે. હવામાન વિભાગે પાંચ દિવસ ગુજરાતમાં વરસાદી માહોલ રહેવાની આગાહી કરી છે. સાથે જ ગુજરાતમાં 13 સપ્ટેમ્બર પછી વરસાદનું જોર વધવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ બંગાળની ખાડીમાં લોપ્રેશર સિસ્ટમ સક્રિય થયુ છે. જેના પગલે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની માહિતી અનુસાર બંગાળની ખાડીમાં લોપ્રેશર સિસ્ટમ સક્રિય થયુ છે. જેના પગલે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. જે મુજબ ગુજરાતમાં વિવિધ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે.ગત મોડી સાંજે અમદાવાદમાં ભારે પવન અને ગાજવીજ સાથે મેઘરાજા મનમુકીને વરસ્યા હતા. તો ગાંધીનગરના દહેગામમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. વડોદરામાં પણ વિજળીના ચમકારા સાથે વરસાદી માહોલ જામ્યો હતો. સુરત શહેર અને ગ્રામ્યમાં પણ મેઘરાજાએ સારી બેટિંગ કરી હતી. ખેડામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો.