અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો આજે અંતિમ દિવસ, અત્યાર સુધીમાં 40 લાખ લોકોએ મા અંબેના દર્શન કર્યા

|

Sep 29, 2023 | 11:24 AM

બનાસકાંઠા જિલ્લામાં આવેલા શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો જામ્યો છે. 'બોલ માડી અંબે, જય જય અંબે'ના નાદ સાથે રસ્તા ગુંજી રહ્યાં છે',ત્યારે આજે ભાદરવી પૂનમના મેળાનો અંતિમ દિવસ છે. અંતિમ દિવસે અંબાજીમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યાં છે. 14 દિવસની આકરી પદયાત્રા બાદ માઇભક્તો મા અંબામાં ચરણોમાં શીશ નમાવી રહ્યાં છે. ભક્તોને આવકારવા માટે મંદિરને ખૂબ જ સુંદર રીતે શણગારવામાં આવ્યું છે.

Banaskantha : આજે અંબાજીમાં (Ambaji)  ભાદરવી પૂનમના મેળાનો અંતિમ દિવસ છે. ત્યારે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ અંબાજીમાં પહોંચ્યા છે. મળતી માહિતી મુજબ અત્યાર સુધી 40 લાખ જેટલા લોકોએ મા અંબેમા દર્શન કર્યા. આજે પોલીસ વિભાગ, આરોગ્ય વિભાગ અને સફાઇ વિભાગના કર્મચારીઓ વાજતે-ગાજતે આવશે અને મંદિરમાં ધજા ચડાવશે. ત્યારબાદ મેળો પૂર્ણ થશે.

આ પણ વાંચો-Shamlaji: ભાદરવી પૂર્ણિમાને લઈ પોલીસે મોડાસાથી શામળાજી પદયાત્રા કરી, SP સહિત અધિકારીઓ અને જવાનો જોડાયા, જુઓ Video

બનાસકાંઠા જિલ્લામાં આવેલા શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો જામ્યો છે. ‘બોલ માડી અંબે, જય જય અંબે’ના નાદ સાથે રસ્તા ગુંજી રહ્યાં છે’,ત્યારે આજે ભાદરવી પૂનમના મેળાનો અંતિમ દિવસ છે. અંતિમ દિવસે અંબાજીમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યાં છે. 14 દિવસની આકરી પદયાત્રા બાદ માઇભક્તો મા અંબામાં ચરણોમાં શીશ નમાવી રહ્યાં છે. ભક્તોને આવકારવા માટે મંદિરને ખૂબ જ સુંદર રીતે શણગારવામાં આવ્યું છે. બીજી તરફ પોલીસે પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે. માઇભક્તોને કોઇ મુશ્કેલી ન પડે તે માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

આજનું રાશિફળ તારીખ : 20-09-2024
કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneમાં ઝડપથી થઈ જશે ચાર્જિંગ? ફોલો કરી લો બસ આ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં છેલ્લા 6 દિવસમાં 39.36 લાખથી વધુ માઇભક્તોએ મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી છે. તો અત્યાર સુધી 2 હજાર 942થી વધુ ધજા ચઢાવવામાં આવી માત્ર 6 જ દિવસમાં 15 લાખથી વધુ પ્રસાદ પેકેટનું વિતરણ થયું. તો મંદિરમાં 1.89 કરોડ રૂપિયાની દાનની આવક થઇ છે.

અંબાજીમાં ભાદરવી પૂનમને લઇ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં ભક્તો અંબાજી મંદિર પહોંચી રહ્યા છે. ગઇકાલે અમદાવાદનો સંઘ અંબાજી ચાચર ચોકમાં પહોંચ્યો હતો ત્યારે ભક્તો ગરબે ઘૂમ્યા હતા, તો એક સંઘ 451 ફૂટ લાંબી ધજા લઇને પહોંચ્યા હતા. તો શ્રધ્ધાળુઓને હાલાકી ન પહોંચી તે માટે રીક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. આ રીક્ષાનું ભાડું પણ તંત્ર આપી રહ્યુ છે. તો ભક્તો અને સુરક્ષાકર્મીઓ માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે અને શુદ્ધ અને સાત્વિક ભોજન આપવામાં આવી રહ્યુ છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 9:54 am, Fri, 29 September 23

Next Article