ડીસા નગરપાલિકા દ્વારા બાંધકામ વિભાગની માન્ય યાદીની યોગ્ય શ્રેણીમાં નોંધાયેલા ઇજારદારો પાસેથી ઓનલાઇન ટેન્ડર મગાવવામાં આવ્યા છે. અલગ અલગ કામો માટે કરોડો રુપિયાના ટેન્ડર જાહેર કરાયા છે. નીચે જણાવવામાં આવેલા વિવિધ કામોના અનુભવી તથા સાધન સંપન્ન ઇજારદારો પાસેથી ઓનલાઇન ટેન્ડર મગાવવામાં આવ્યા છે. આ ટેન્ડર ભરવાની છેલ્લી તારીખ 29 માર્ચ 2023 છે.
ડીસા નગરપાલિકામાં સી.સી.રોડ/પેવર બ્લોકના કામ (કામ સંખ્યા-27)ની અંદાજીત કિંમત રુ. 2.70 કરોડ છે.
ડીસા નગરપાલિકા વિસ્તારમાં સી.સી.રોડ/પેવર બ્લોકના કામ (કામ સંખ્યા-6)ની અંદાજીત કિંમત રુ. 52.94 લાખ છે.(પેકેજ-1)
ડીસા નગરપાલિકા વિસ્તારમાં કોમ્યુનીટી હોલ અને ગટરનું કામ (કામ સંખ્યા-2)ની અંદાજીત કિંમત રુ. 57.12 લાખ છે.(પેકેજ-2)
ડીસા નગરપાલિકામાં સી.સી.રોડ/પેવર બ્લોકના કામ (કામ સંખ્યા-17)ની અંદાજીત કિંમત રુ. 1.13 કરોડ છે.
ડીસા નગરપાલિકા વિસ્તારમાં ગટર તથા સ્લેબનું કામ (કામ સંખ્યા-5)ની અંદાજીત કિંમત (પેકેજ-2) રુ. 31.36 લાખ છે.
ડીસા નગરપાલિકા વિસ્તારમાં જીમ હોલ અને ગટરના કામ માટે (કામ સંખ્યા 2)ની અંદાજીત કિંમત રુ. 36.40 લાખ રુપિયા છે.
આ ટેન્ડર માટે ફીઝીકલી ડોક્યુમેન્ટ રજૂ કરવાની છેલ્લી તારીખ 3 એપ્રિલ 2023 છે. ઓનલાઇન બીડ ઓપનિંગની તારીખ 4 એપ્રિલ 2023 છે.