Tender Today : બનાસકાંઠા વન વિભાગની અંબાજી-ઉત્તર અને અંબાજી-દક્ષિણ રેન્જમાં સિવિલ તથા સિંચાઇને લગતી વિવિધ કામગીરીનું ટેન્ડર

ટેન્ડરની અંદાજીત રકમ ઉપલબ્ધ બજેટને આધારિત રહેશે. ઓનલાઇન ટેન્ડર ડાઉનલોડ કરવાની તારીખ 8 જુન 2023થી શરુ થશે. ઓનલાઇન ટેન્ડર ભરવાની છેલ્લી તારીખ અને સમય 28 જૂન 2023ના બપોરે 12 કલાક સુધીની છે.

Tender Today : બનાસકાંઠા વન વિભાગની અંબાજી-ઉત્તર અને અંબાજી-દક્ષિણ રેન્જમાં સિવિલ તથા સિંચાઇને લગતી વિવિધ કામગીરીનું ટેન્ડર
| Edited By: | Updated on: Jun 07, 2023 | 11:41 AM

Banaskantha : બનાસકાંઠા વન વિભાગની અંબાજી-ઉત્તર અને અંબાજી-દક્ષિણ રેન્જમાં સિવિલ તથા સિંચાઇને લગતી વિવિધ કામગીરી માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યુ છે. આ કામ માટે ઇસમો/ઇજારદારોની યાદી સુચિબદ્ધ કરવાની હોવાથી આ અંગેના ભાવો ઓનલાઇન www.nprocure.com મારફતે મગાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો- Tender Today : વિજાપુર નગરપાલિકામાં ચામુંડા તળાવ બ્યુટીફીકેશન કરવાના કામ માટે લાખો રુપિયાનું ટેન્ડર જાહેર

ટેન્ડરની અંદાજીત રકમ ઉપલબ્ધ બજેટને આધારિત રહેશે. ઓનલાઇન ટેન્ડર ડાઉનલોડ કરવાની તારીખ 8 જુન 2023થી શરુ થશે. ઓનલાઇન ટેન્ડર ભરવાની છેલ્લી તારીખ અને સમય 28 જૂન 2023ના બપોરે 12 કલાક સુધીની છે. ટેન્ડર ફી, બાનાની રકમ તેમજ જરુરી દસ્તાવેજો રુબરુ/ રજીસ્ટર પોસ્ટ એ.ડી/સ્પીડ પોસ્ટથી મોકલવાની છેલ્લી તારીખ 30 જૂન 2023 બપોરે 12 કલાક સુધીની છે. ટેન્ડર ખોલવાનો સમય અને તારીખ 30 જૂન 2023ના બપોરે 4 કલાક સુધીની છે. ટેન્ડર ખોલવાનું સ્થળ નાયબ વન સંરક્ષકની કચેરી, સોનારીયો બંગલો, ડેરી રોડ, પાલનપુર છે.

ટેન્ડર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 9:35 am, Wed, 7 June 23