Banaskantha Ambaji: અંબાજીમાં ભક્તોની આસ્થા સાથે ચેડાં! મોહનથાળના પ્રસાદમાં વપરાતા ઘીના નમૂના ફેલ, મોહિની કેટરર્સના માલિક વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ, Video

અંબાજી મંદિરનો મોહનથાળનો પ્રસાદ બનાવવાનું કામ મોહિની કેટરર્સ કરે છે. કેટરર્સના માણસોએ નકલી ઘી બનાવી તેની પર ખોટુ લેબલ લગાવ્યું. આ નકલી ઘીનો ઉપયોગ મોહનથાળનો પ્રસાદ બનાવવામાં કરવાના હતા. પરંતુ, એ પહેલા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કરાયેલા ચેકિંગમાં નકલી ઘીનો જથ્થાનો પર્દાફાશ થયો હતો.

Banaskantha Ambaji: અંબાજીમાં ભક્તોની આસ્થા સાથે ચેડાં! મોહનથાળના પ્રસાદમાં વપરાતા ઘીના નમૂના ફેલ, મોહિની કેટરર્સના માલિક વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ, Video
Ambaji
| Edited By: | Updated on: Oct 07, 2023 | 12:02 AM

Ambaji : થોડા સમય પહેલા અંબાજી મંદિરમાં મોહનથાળના પ્રસાદને યથાવત રાખવા માટે ભારે હોબાળો થયો હતો. ત્યારે પ્રસાદને લઈને એક ચોંકાવનારી વાત સામે આવી છે. હવે અંબાજી મંદિરના મોહનથાળના પ્રસાદમાં વપરાતા ઘીના નમૂના ફેલ નીકળ્યા છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે 28 ઓગસ્ટે લીધેલા ઘીના નમૂના ફેલ થયા છે. 15 સપ્ટેમ્બરે આવેલા રિપોર્ટમાં ઘીમાં ભેળસેળ હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ, ભેળસેળવાળા ઘીનો જથ્થો જપ્ત કરાયો હતો.

આ પણ વાંચો Ambaji: ભાદરવી પૂનમના મેળા બાદ અંબાજી મંદિરમાં પ્રક્ષાલન વિધિ યોજાઈ, ગર્ભગૃહ અને માતાજીના આભૂષણોની સાફસફાઈ કરાઈ, જુઓ Video

ત્યારે સવાલ થાય કે શું મોહનથાળના પ્રસાદમાં આવું ઘી ઉપયોગમાં લેવાયું? ભક્તોને આવા ઘીનો પ્રસાદ અપાયો? જો કે મંદિરનું વહીવટી તંત્ર આ વાતનો રદિયો આપે છે. મંદિર તંત્રએ દાવો કર્યો છે કે મોહનથાળનો પ્રસાદ બનાવવા માટે બનાસ ડેરીમાંથી ઘીનો જથ્થો મંગાવ્યો હતો. ભાદરવી પૂનમના મેળા દરમિયાન કે એ પછી જે મોહનથાળનો પ્રસાદ બનાવાયો છે, તે ઉચ્ચ ગુણવતાયુક્ત ઘીમાંથી બનાવાયો છે. ઘીમાં ભેળસેળ સામે આવતા મોહિની કેટરર્સના માલિક સામે અંબાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે મંદિરમાંથી 28 ઓગસ્ટે 180 ઘીના ડબ્બા સીઝ કર્યા હતા. તે ડબ્બા પર અમૂલ લખેલું હતું અને ધી સાબરકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ, હિંમતનગરનો માર્કો હતો. તેથી, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સાબરકાંઠા દૂધ ઉત્પાદક સંઘને નોટિસ અપાઈ હતી. સાબરકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ દ્વારા તપાસ કરવામાં આવી છે. તે દરમિયાન નવો ખુલાસો એ થયો કે, જપ્ત કરાયેલા 180 ઘીના ડબ્બા સાબરકાંઠા દૂધ ઉત્પાદક સંઘના નથી.

અંબાજી મંદિરનો મોહનથાળનો પ્રસાદ બનાવવાનું કામ મોહિની કેટરર્સ કરે છે. કેટરર્સના માણસોએ નકલી ઘી બનાવી તેની પર ખોટુ લેબલ લગાવ્યું. આ નકલી ઘીનો ઉપયોગ મોહનથાળનો પ્રસાદ બનાવવામાં કરવાના હતા. પરંતુ, એ પહેલા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કરાયેલા ચેકિંગમાં નકલી ઘીનો જથ્થાનો પર્દાફાશ થયો હતો. તેથી, આ મામલે મોહિની કેટરર્સ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જો કે મોહનથાળનો પ્રસાદ બનાવનાર મોહિની કેટરર્સનો કોન્ટ્રાક્ટ 30 સપ્ટેમ્બરે પૂરો થયો, તે કોન્ટ્રાક્ટ મંદિર ટ્રસ્ટ દ્વારા રિન્યૂ કરાયો નથી.

(With Input : Atul Trivedi) 

બનાસકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 6:49 pm, Tue, 3 October 23