બનાસકાંઠા (Banaskantha)ના ગ્રામ્ય વિસ્તારમાં મોટા ભાગના લોકો ખેતી અને પશુપાલન (Animal Husbandry) સાથે સંકળાયેલા છે. જો કે ઉનાળાની શરૂઆત થતાંની સાથે જ પશુપાલન માટેના લીલા તેમજ સૂકા ઘાસચારા (Forage)ની અછત શરૂ થઈ જાય છે. ઘાસચારો ઉનાળા પૂર્વે જ ખલાસ થઈ જાય છે. આ વર્ષે પણ ઉનાળાની શરૂઆત પહેલા જ સૂકાં તેમજ લીલા ઘાસચારાની તંગી સર્જાતાં ભાવ બમણાં થઈ ગયા છે. જેથી પશુપાલકો માટે હવે પશુપાલનનો ખર્ચ વધી ગયો છે.
બનાસકાંઠા જિલ્લામાં પશુપાલન અને ખેતી મુખ્ય વ્યવસાય છે. પરંતુ આ વર્ષે પશુપાલકો માટે પશુપાલન કરવું અઘરું બન્યું છે. પાણીની અછતના કારણે ઘાસચારો તૈયાર થયો નથી. લીલું ઘાસ મળતું નથી, જ્યારે સૂકા ઘાસના ભાવ બમણાં થતાં પશુપાલન કરવું મુશ્કેલ બન્યું છે.
સૂકાં ઘાસચારામાં બાજરી, જુવાર, મકાઈ કે ડાંગરના પૂળાનો ઉપયોગ થાય છે. હાલમાં સૂકો ઘાસચારો મળવો જ મુશ્કેલ છે. તેમાંય જયાં મળે છે ત્યાં બમણા ભાવે મળી રહ્યો છે. જ્યારે લીલો ઘાસચારો જયાં પિયતની સગવડ છે, ત્યાં જ મળી રહે છે. ઘાસચારાની તંગીની સીધી અસર પશુના દૂધ ઉત્પાદન પર થાય છે.
બનાસકાંઠા જિલ્લામાં ખેતી સાથે પશુપાલન મોટાપાયે થાય છે. મોટાપાયે ઘાસચારાની માંગ આ વિસ્તારમાં વધુ રહે છે. આ વર્ષે પાણીના તળ ઉંડા જતા ઘાસચારો ઓછો થયો છે. જેના કારણે ઘાસચારાના ભાવ આસમાને પહોંચ્યા છે. લીલુ ઘાસ તો મળતું જ નથી. પરંતુ સૂકા ઘાસચારાના ભાવ બમણા થઈ જતા ખેડૂતોની પશુપાલકોની મુશ્કેલી વધી છે. પશુપાલન કરતા પશુપાલકો નું કહેવું છે કે દૂધના ભાવ યથાવત છે. જ્યારે ઘાસચારો આસમાને પહોંચતાં પશુઓનો નિભાવ કઈ રીતે કરવો તે સૌથી મોટો સવાલ બન્યો છે.
એક તરફ દૂધના ભાવ યથાસ્થિતિ એ છે. જ્યારે બીજી તરફ લીલા ઘાસની તંગી અને સૂકા ઘાસ ના ભાવ બમણા થઇ જતાં ખેડૂતોની પશુપાલકોની મુશ્કેલી વધી છે. પશુપાલકો માગ કરી રહ્યા છે કે પૂરતા પ્રમાણમાં ઘાસચારો મળી રહે તો તેમની સમસ્યાનું નિવારણ થઈ શકે. ઘાસચારા ની અછત જ ભાવ વધારાનું મુખ્ય કારણ છે.
આ પણ વાંચો- Mandi: મહેસાણાના વિસનગર APMCમાં જુવારના મહત્તમ ભાવ રૂપિયા 3505 રહ્યા, જાણો જુદા-જુદા પાકના ભાવ
આ પણ વાંચો- Dwarka :કોંગ્રેસની ચિંતન શિબિરમાં પ્રદેશ પ્રમુખની સાફ વાત, કામ કરવાવાળાને જ સંગઠનમા સારી જગ્યાએ સ્થાન મળશે
Published On - 8:19 am, Sun, 27 February 22