રાધનપુરમાં વિધર્મી યુવક દ્વારા યુવતી પર હુમલાની ઘટના, હજારો લોકો એકઠા થયા, બેકાબુ ભીડ પર પોલીસનો બળપ્રયોગ

| Edited By: | Updated on: Jan 29, 2022 | 5:37 PM

ધંધુકામાં વિધર્મીઓ દ્વારા યુવાનની હત્યાની ઘટના બાદ રાધનપુરના શેરગઢમાં પણ વિધર્મી યુવકે યુવતી પર જીવલેણ હુમલો કરવાની ઘટના બનતાં લોકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે અને બંને ઘટનામાં કડકમાં કડક સજા થાય તેવી માગ કરી રહ્યા છે

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના શેરગઢ ગામે એક વિધર્મી યુવાને શેરગઢ ગામે યુવતીને માર મારવાની ઘટનાના ઘેરા પડઘા પડ્યા છે. યુવતી તેના ઘરે ઘરકામ કરતી હતી તે સમયે એકલતાનો લાભ લઇ વિધર્મી યુવાન યાસીન બલોચ ઘરમાં ઘૂસી આવ્યો હતો અને યુવતી સાથે બળજબરી કરવા લાગ્યો હતો. યુવતીએ બૂમાબૂમ કરતા યુવતી ઉપર જીવલેણ હુમલો કરી લોહીલુહાણ કરી નાંખી હતી. જોકે યુવતીએ બૂમાબૂમ કરતા આસપાસના સ્થાનિકોએ હુમલાખોર વિધર્મી યુવાનને ઝડપી પાડયો હતો. બાદમાં સ્થાનિકોએ હુમલો કરનાર યાસીન બલોચને પોલીસને સોંપી દીધો હતો.

આ ઘટનામાં શનિવારે રાધનપુર બંધનું એલાન આપવામાં આવ્યું હતું જેમાં આજે હજારોની સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને પોલીસને આવેદન આપી કડક કાર્યવાહીની માગ કરી હતી. મોટી સંખ્યામાં એકઠા થયેલા લોકોની સાથે ભાજપના નેતા શંકર ચૌધરી અને અલ્પેશ ઠાકોર પણ સ્થળ પર પહોંચ્યા હતા.

શંકર ચૌધરી (Shankar Chaudhary) એ જણાવ્યું હતું કે વિધર્મીઓ દ્વારા ધંધુકા (Dhandhuka) માં એક યુવાનની હત્યા કરવામાં આવે અને રાધનપુરના શેરગઢમાં એક યુવતી પર હુમલો કરવામાં આવે ત્યારે આ બન્ને ઘટનાને લઈ લોકોમાં આક્રોશ છે. ગુનેગારોને કડકમાં કડક સજા થાય તેવી લોકોની માગ છે. પોલીસે બંને ઘટનાઓમાં આરોપીઓની ધરપકડ કરી છે ત્યારે તેમને દાખલો બેસે તેની સજા થાય તેવું લોકોન ઇચ્છી રહ્યા છે.

ભાજપના નેતા અલ્પેશ ઠાકોર (Alpesh Thakor) એ ઇજાગ્રસ્ત યુવતીના પરિવારની મુલાકાત લીધી હતી અને યુવતીના પરિવારને ન્યાય અપાવવાની ખાતરી આપી હતી. તેમણે કહ્યું હતું કે આ બનાવને સખત શબ્દોમાં વખોડું છું. આવા લોકો સામે કડકમાં કડક સજા થવી જોઈએ. તેમણે એમ પણ કહ્યું હતું કે આ લોકો જે ભાષામાં સમજે એ ભાષામાં જવાબ આપવા તૈયાર છું. આવા અસામાજિક તત્વોને દાખલા રૂપ સજા થવી જોઈએ.

આ પણ વાંચોઃ Dhandhuka: કિશન ભરવાડ હત્યા મામલે મોટો ખુલાસો, 6 મૌલવીઓ સંકળાયેલા હોવાનું પોલીસની અત્યાર સુધીની તપાસમાં બહાર આવ્યું

આ પણ વાંચોઃ રાજકોટની શાંતિ ડહોળવાનો પ્રયાસ, સોશિયલ મિડીયાની ધાર્મિક પોસ્ટ વિધર્મીએ દુર કરવા કર્યુ દબાણ