અંબાજીમાં નવરાત્રીમાં ગરબાનું આયોજન પણ રદ, માત્ર દર્શન કરી શકાશે

|

Oct 02, 2021 | 8:12 AM

અંબાજીમાં આ વખતે ગરબાને સતત બીજા વર્ષે પણ કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. લોકોની ભીડ એકઠી થતી હોવાથી આ વર્ષે પણ ચાચરચોકમાં ગરબાનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે.

ગુજરાતની(Gujarat) શકિતપીઠ અંબાજીમાં(Ambaji) આ વર્ષે પણ ચાચરચોકમાં નવરાત્રીમાં (Navratri) ગરબાનો(Garba) કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે આસો વદ માસની નવરાત્રીની ખેલૈયાઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે અને તેમાં પણ માતાજીના સાનિધ્યમાં ચાચરચોકમાં થતા નવરાત્રીના ગરબાનું મહત્વ ભક્તોમાં ખુબજ છે.

પરંતુ આ વખતે ગરબાને સતત બીજા વર્ષે પણ કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. લોકોની ભીડ એકઠી થતી હોવાથી આ વર્ષે પણ ચાચરચોકમાં ગરબાનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. જે રીતે આ નવરાત્રી દરમ્યાન હજારો લોકો મંદિરમાં એકઠા થાય છે.

આ કારણે ગરબાનો કાર્યક્રમ જ રદ કરવામાં આવ્યો છે. નવરાત્રી દરમિયાન ભક્તો માતાજીના દર્શન કરી શક્શે. મંદિર રાબેતા મૂજબ ખુલ્લુ રહેશે.જેથી માતાજીના દર્શન ભક્તો કરી શકે.

ઉલ્લેખનીય છે કે, 15 સપ્ટેમ્બરથી ભાદરવી પૂનમ 20 સપ્ટેમ્બર સુધી 5 થી 6 લાખ જેટલા જ યાત્રિકો અંબાજી આવ્યા હતા. આજ યાત્રિકો દ્વારા માતાજીના ભંડારમાં છૂટક દાન ભેટ નાખવામાં આવે છે. જોકે અંબાજી મંદિરમાં જેમ લોકો બાધા માનતા પુરી કરે છે.

ત્યારે માતાજીને ચાંદીથી બનેલા છત્તર, ત્રિશુલ, નાના ઘર જેવા અનેક આભૂષણો માતાજીને ધરાવી પોતાની માનતા પૂર્ણ કરતા હોય છે. પણ મંદિરમાં મોટી સંખ્યામાં આવેલા આવા ચાંદીના આભૂષણોમાં 90 ટકા જેટલા આભૂષણો ખોટા જોવા મળ્યા છે.

જેને લઈ મંદિર ટ્રસ્ટએ પણ ચિંતા વ્યક્ત કરી છે. ને આવા આભૂષણોમાં છેતરાતા યાત્રિકોને ખરાઈ કરવા અપીલ કરવામાં આવી છે. એક તરફ ચાંદીના ભાવની ખોટા આભૂષણ ખરીદી માતાજીને અર્પણ કરે છે. જેનાથી મંદિરને પણ મોટી ખોટનો સામનો કરવો પડે છે.

જેથી યાત્રિકો આવા આભૂષણો કોઈપણ દુકાનથી ન ખરીદી ચોકસાઈવાળી દુકાનેથી ખરીદવા જોઈએ.

આ પણ  વાંચો: Ahmedabad: સિવિલ હોસ્પિટલના ઓપરેશન થિયેટરની દયનીય હાલત, કરોડોનો ખર્ચ વ્યર્થ

આ પણ વાંચો : AHMEDABAD : કોરોનામાં રોજી રોટી બંધ થઈ ગઈ, પણ નાબાર્ડ સહયોગ મેળાથી રોજગારીની તક મળવાની આશા જાગી

Published On - 8:02 am, Sat, 2 October 21

Next Video