મોબાઈલની બેટરી બ્લાસ્ટ થતા 5 વર્ષીય બાળક ગંભીર થયું ઈજાગ્રસ્ત, રાજસ્થાનથી ડીસાની ખાનગી હોસ્પીટલમાં ખસેડાયો

મોબાઈલ બ્લાસ્ટ થતા કાચના ટુકડાથી બાળકના ચહેરા પર ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્ત બાળકને તાત્કાલીક ધોરણે ડીસાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

મોબાઈલની બેટરી બ્લાસ્ટ થતા 5 વર્ષીય બાળક ગંભીર થયું ઈજાગ્રસ્ત, રાજસ્થાનથી ડીસાની ખાનગી હોસ્પીટલમાં ખસેડાયો
Mobile battery blast in Golatyar village of Rajasthan, 5-year-old child injured
Image Credit source: FILE PHOTO
| Edited By: | Updated on: Feb 09, 2023 | 8:09 AM

રાજસ્થાનના બાડમેરના ગોળીયાર ગામમાં મોબાઈલની બેટરીનો બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી છે. જેમાં 5 વર્ષના બાળક ઈજાગ્રસ્ત થયું છે. આ બ્લાસ્ટમાં બાળકની ડાબા હાથની પાંચ આગળીઓ અને જમણા હાથનો અંગુઠો બ્લાસ્ટમાં કપાયો હોવાનું સામે આવી રહ્યું છે. મોબાઈલ બ્લાસ્ટ થતા કાચના ટુકડાથી બાળકના ચહેરા પર ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્ત બાળકને તાત્કાલીક ધોરણે ડીસાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

 

આ પણ વાંચો : Gujarati Video : અંબાજીમાં 12 થી 16 ફેબ્રુઆરી સુધી પાટોત્સવનું આયોજન,ગબ્બર પર જવા માટે ડાઇવર્ઝન અપાયું

આ અગાઉ પણ મોરબી જિલ્લાના વાંકાનેરમાં મોબાઈલ બ્લાસ્ટ થતા ભાઈ-બહેનને ગંભીર ઈજાઓ પહોંચી હતી,વાંકાનેર તાલુકાના વિનયગઢ ગામમાં ભાઈ-બહેન મોબાઈલથી રમી રહ્યા હતા, ત્યારે અચાનક મોબાઈલ બ્લાસ્ટ થયો હતો,આ દુર્ઘટનામાં ભાઈએ આંખના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી જેને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યારે બહેનને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.

મોબાઈલની બેટરી કેમ ફાટે છે ?

આપણે વાંચતા હોય છે કે, મોબાઈલ(Mobile)  બેટરી ફાટવાના બનાવમાં ધરખમ વધારો થયો છે. મોબાઈલની બેટરી ફાટવાનું કારણ એક એ પણ છે કે ડિવાઇસનો જરૂરતથી વધારે ઉપયોગ કરવો. ડિવાઇસનો વધારે ઉપયોગ કરવાથી બેટરીનો જલ્દી પૂર્ણ થઇ જાય છે અને તેને વારંવાર ચાર્જ કરવી પડે છે. ફોન ચાર્જ કરવાની સાથે આપણે ઘણી ભૂલો પણ કરતા હોય છે. જેનું ખરાબ પરિણામ આપણે ભોગવવું પડે છે. સ્માર્ટફોનમાં આગ કે વિસ્ફોટનો આ પહેલો કિસ્સો નથી. આવા કિસ્સા અગાઉ પણ ઘણી વખત સામે આવી ચૂક્યા છે. આવી દુર્ઘટનાથી બચવા માટે એ જરૂરી છે કે તમે ઉપકરણોની જાળવણીથી લઈને ચાર્જિંગ સુધી બેદરકાર ન રહો. સ્માર્ટફોન ઉત્પાદકો પણ જરૂરી ધોરણોનું પાલન કરવાનું કહે છે.

કોઈપણ ઈલેક્ટ્રોનિક ઉપકરણની બેટરી તેમાં આગ કે વિસ્ફોટનું કારણ બની શકે છે. આ સિવાય જો બેટરી ચોક્કસ તાપમાન કરતા વધુ ગરમ થાય તો પણ બેટરીમાં આગ લાગી શકે છે. આવી સ્થિતિમાં, તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તમે ઉપકરણને આખી રાત ચાર્જિંગમાં ના રાખો. આ સિવાય ફોનને તકિયા નીચે રાખીને સૂવાનું ટાળવું જોઈએ.