બનાસકાંઠાના ડીસામાંથી એમડી ડ્રગ્સ ઝડપાયું, ચાર લોકોની અટકાયત

|

Oct 12, 2021 | 12:53 PM

ડીસા તાલુકા પોલીસે ટેટોડા ગૌશાળા પાસેથી મેફેડ્રોન ઝડપી પાડ્યું છે. કુલ 117.570 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું છે. તેમજ ચાર શખ્સો સાથે 15 લાખ ઉપરાંતનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે

બનાસકાંઠાના(Banaskantha) ડીસામાં (Deesa)ફરી મેફેડ્રોન ડ્રગ્સ(Drugs)ઝડપાયું છે. જેમાં ડીસા તાલુકા પોલીસે ટેટોડા ગૌશાળા પાસેથી મેફેડ્રોન ઝડપી પાડ્યું છે. કુલ 117.570 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું છે. તેમજ ચાર શખ્સો સાથે 15 લાખ ઉપરાંતનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ડીસા તાલુકા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે , આ પૂર્વે 28 ઓકટોબરના રોજ રાજ્યના દરિયાકાંઠે ડ્રગ્સની જપ્તી વચ્ચે બનાસકાંઠામાં 26 લાખ રૂપિયાનું મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું હતું. રાજ્યમાં હવે શહેરી વિસ્તારથી લઈને ગ્રામીણ વિસ્તાર સુધી ડ્રગ્સની હેરાફેરી વધી છે.ત્યારે પોલીસ હવે આ દૂષણ અટકાવવા માટે વધુ સતર્ક બની હોય તેમ લાગી રહ્યું છે.

પાલનપુર SOGએ બાતમીના આધારે પાલનપુરના એરોમા સર્કલ પાસેથી 260 ગ્રામ જેટલું મેફેડ્રોન ડ્રગ્સ ઝડપી પાડ્યું.આ સાથે જ બે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો : અમદાવાદ મનપાના ખાનગી હોસ્પિટલોને કોરોના સારવારના નાણાં ચૂકવવામાં ઠાગા ઠૈયા

આ પણ વાંચો : રાજકોટના જસદણમાં ધોધમાર વરસાદથી મગફળીનો પાક પલળી ગયો, ખેડૂતોને હાલાકી

Next Video