Banaskantha : 5 દિવસ સુધી અતિભારે વરસાદની આગાહી, અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા આદેશ

ભારે વરસાદની આગાહીના (Rain forecast) પગલે તંત્ર એલર્ટ બન્યું છે. મામલતદારે પાંચ દિવસ સુધી અધિકારીઓને (Officers) હેડક્વાર્ટર ન છોડવા આદેશ આપ્યો છે.

Banaskantha : 5 દિવસ સુધી અતિભારે વરસાદની આગાહી, અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા આદેશ
રાજ્યમાં 5 દિવસ ભારે વરસાદની આગાહી
| Edited By: | Updated on: Jul 20, 2022 | 9:43 AM

ગયા અઠવાડિએ પડેલા ભારે વરસાદ (Heavy rain) બાદ મેઘરાજાએ  વિરામ લીધો હતો,ત્યારે ફરીએકવાર રાજ્યમાં મેઘાની સવારી પહોંચી ગઈ છે. તેવામાં હવામાન વિભાગે (IMD) આગામી 5 દિવસ બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આગાહીના (Rain forecast) પગલે તંત્ર એલર્ટ બન્યું છે. મામલતદારે પાંચ દિવસ સુધી અધિકારીઓને (Officers) હેડક્વાર્ટર ન છોડવા આદેશ આપ્યો છે. સાથે જ TDO, BHO, PI, CO સહિત તમામ અધિકારીઓને સૂચના આપી દેવામાં આવી છે.

ઉતરગુજરાતમાં મેઘરાજા મહેરબાન

તો સાબરકાંઠા, મહેસાણા, પાટણ, ગાંધીનગર, અરવલીમાં છૂટાછવાયા સ્થળોએ પણ ભારે વરસાદની થવાની સંભાવના છે. ગયા અઠવાડિયામાં રાજ્યમાં પડેલા ભારે વરસાદ દરમિયાન ઉત્તર ગુજરાતમાં(North gujarat)  પ્રમાણમાં ઓછો વરસાદ હતો પણ આ વખતે ઉત્તર ગુજરાતમાં વધુ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

યાત્રાધામ અંબાજીમાં બે દિવસના વિરામ બાદ ફરી વરસાદ

યાત્રાધામ અંબાજીમાં બે દિવસના વિરામ બાદ ફરી વરસાદ શરૂ થયો છે.અંબાજીમાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો.ભારે વરસાદને કારણે અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા.અંબાજી બજાર અને હાઇવે પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.હાઇવે પર પાણીના તળાવ ભરાતા વાહનચાલકો અને સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

 

Published On - 8:15 am, Wed, 20 July 22