ગુજરાત સરકાર લઘુત્તમ ટેકાના ભાવથી તુવેર, ચણા અને રાયડાની ખરીદી શરૂ કરશે

રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે તુવેર, ચણા અને રાયડાની ખરીદી ગુજરાત સ્ટેટ કો- ઓપરેટીવ માર્કેટીંગ ફેડરેશન લિ. અમદાવાદ મારફતે કરવામાં આવનાર છે. રાજ્યમાં ખરીફ સીઝન 2021-22 માં લઘુત્તમ ટેકાના ભાવે તુવેરની ખરીદી તા.15-02-2022 અને ચણા તથા રાયડાની ખરીદી તા 01 -03-2022 થી શરૂ કરવામાં આવનાર છે.

ગુજરાત સરકાર લઘુત્તમ ટેકાના ભાવથી તુવેર, ચણા અને રાયડાની ખરીદી શરૂ કરશે
Gujarat Market Crop Procurment (File image)
| Edited By: | Updated on: Jan 31, 2022 | 5:20 PM

ગુજરાત(Gujarat)સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના(MSP)ભાવથી તુવેર, ચણા અને રાયડાની ખેડૂતો(Farmers)પાસેથી સીધી ખરીદી કરવામાં આવશે. ખેડૂતોને તેઓના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ખરીફ/ રવિ સીઝન ૨૦૨૧-૨૨માં રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે તુવેર, ચણા અને રાયડાની ખરીદી ગુજરાત સ્ટેટ કો- ઓપરેટીવ માર્કેટીંગ ફેડરેશન લિ. અમદાવાદ મારફતે કરવામાં આવનાર છે. રાજ્યમાં ખરીફ સીઝન 2021-22 માં લઘુત્તમ ટેકાના ભાવે તુવેરની ખરીદી તા.15-02-2022 અને ચણા તથા રાયડાની ખરીદી તા 01 -03-2022 થી શરૂ કરવામાં આવનાર છે.ભારત સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવ આ પ્રમાણે જાહેર કરેલ છે જેમાં (૧) તુવેર (પ્રતિ ક્વિ.) રૂપિયા 6300  તથા (પ્રતિ 20  કિલો) રૂપિયા 1260  (૨) ચણા (પ્રતિ ક્વિ.) રૂપિયા ૫૨ 30  તથા (પ્રતિ 20 કિલો) રૂપિયા 1046  (૩) રાયડો (પ્રતિ ક્વિ.) રૂપિયા 5050  તથા (પ્રતિ ૨૦ કિલો) રૂપિયા 1010  ના ટેકાના ભાવથી ખરીદી કરવામાં આવશે.

તુવેર, ચણા અને રાયડો લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છા ધરાવતા ખેડૂતોએ તા.01-02-2022  થી તા.28-02-2022  ના સમયગાળામાં ફરજીયાત ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે. ઓનલાઈન નોંધણી કરાવવા માટે VCE દ્વારા ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયત ખાતે ખેડૂતોએ નોંધણી માટે જરૂરી

ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે નીચેના પુરાવા રજૂ કરવાના રહેશે. (૧) આધારકાર્ડની નકલ, (૨) મહેસૂલ રેકર્ડ ગામ નમુનો ૭/૧૨ તથા ૮-અ ની અદ્યતન નકલ, (૩) ગામ નમુના ૧૨ માં પાક વાવણી અંગેની નોંધ ન થઈ હોય તો, પાકની વાવણી અંગેનો તલાટીના સહી-સિક્કા સાથેનો દાખલો, (૪) બેન્ક ખાતાની પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા કેન્સલ ચેક રજૂ કરવાના રહેશે. નોંધણી કરાવતી વખતે તમામ ડોક્યુમેન્ટ્સ સુવાચ્ય રીતે અપલોડ થાય તથા માંગ્યા મુજબના જ અપલોડ થાય તેની નોંધણી સ્થળ/ કાઉન્ટર છોડતાં પહેલાં ખેડૂતે ખાસ કાળજી રાખવાની રહેશે. ડોક્યુમેન્ટ્સની ચકાસણી દરમ્યાન જો ભળતા ડોક્યુમેન્ટ્સ કે ખોટા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરાયા હોવાનું ધ્યાને આવશે તો તે ખેડૂતનો ક્રમ રદ થશે અને ખરીદી માટે તે ખેડૂતને જાણ કરવામાં આવશે નહીં.

આ પણ વાંચો : Surat : સુરતના પહેલા ઓડિટોરિયમ ગાંધી સ્મૃતિ ભવનનું 31 કરોડના ખર્ચે કરવામાં આવશે રીનોવેશન

આ પણ વાંચો : Vadodara: કાર માલિક પાસેથી વૈભવી કાર ભાડે લઇ અન્યને વધુ રૂપિયામાં ગીરવે મૂકવાનું કૌભાંડ ઝડપાયુ, વધુ એક આરોપીની ધરપકડ