બનાસકાંઠાના દાંતા તાલુકાના ધાબાવાળી વાવ ગામમાં આઝાદી બાદ પણ આદિવાસી લોકોના ઘરોમાં લાઈટ ન હતી. ત્યારે ગુજરાતીએ તેમની વેદના સાંભળી અને સરકાર સુધી વાત પહોંચાડી. માત્ર 20 દિવસમાં જ આ આદિવાસી લોકોના ચહેરા પર અને તેમના ઘરે અજવાળા પથરાયા છે. આઝાદી બાદ ધાબાવાળી વાવ ગામના આદિવાસી લોકોના ઘરોમાં લાઈટ આવી છે. તેમના ચહેરા પર રોનક આવી છે. તેમના ચહેરા પર ખુશી આવી છે.
ધાબાવાળી વાવ ગામની પરિસ્થિતિએ હતી કે આ ગામમાં વીજળીની સુવિધા ન હતી..છેલ્લા ત્રણ વર્ષથી તો ગ્રામજનોએ દાંતા જીઈબી કચેરીમાં ફોર્મ ભર્યા હતા.પરંતુ બે વાર સર્વે બાદ પણ તેમને લાઈટ મળી ન હતી. ગ્રામજનોને કહેવું છે કે તેમના દાદા પરદાદા અને તેમના બાપા પણ લાઈટ વગર જ જન્મ્યા અને લાઈટ વગર જ મૃત્યુ પામ્યા છે. ત્યારે જંગલ વિસ્તાર છે, જાનવરોનો ડર લાગે રાતે જમવાનું બનાવવાની પણ સુવિધા ના હોય અને સૌથી મોટી સમસ્યા હતી બાળકોને અભ્યાસ કરવાની.
પરંતુ હવે લાઈટ આવી છે તો બાળકો પણ અભ્યાસ કરી શકશે.રાતે વ્યવસ્થિત પરિવારો જમી શકશે અને શિયાળા, ઉનાળા અને ચોમાસામાં પણ શાંતિથી રહી શકશે. એટલા જ માટે આ ગામ Tv9 ગુજરાતીનો આભાર માને છે..આઝાદી બાદ તેમના મકાનોમાં અને તેમના ચહેરા પર લાઈટ આવી છે, અજવાળા પથરાયા છે જેને લઈને તંત્રનો પણ આભાર માને છે.
ધાબાવાળી વાવ ગામમાં Tv9 ગુજરાતી ગ્રામજનો અને સરકાર વચ્ચે એક માધ્યમ બન્યું અને આ માધ્યમ દ્વારા ગ્રામજનોની વેદના અને વાંચા સરકાર સુધી પહોંચાડી. ત્યારે વહિવટી તંત્રએ પણ ઝડપથી કામગીરી પૂર્ણ કરીને માત્ર 20 દિવસના ટૂંકા ગાળામાં ધાબાવાળી વાવ ગામના ગ્રામજનોને વીજળી આપી છે.. જેથી સમગ્ર ગ્રામજનોના ચહેરા પર એક ખુશી જોવા મળી છે.
(With Input, Atul Trivedi, Banaskantha)