Banaskantha : માં અંબેના દરબારમાં હાજરી આપશે બાબા બાગેશ્વરના ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી, જાણો સમગ્ર કાર્યક્રમ

|

May 28, 2023 | 6:41 AM

બાબા બાગેશ્વર બપોરે 12.15 કલાકે અંબાજી મંદિરમાં દર્શન કરશે. અંબાજી મંદિરે દર્શન કર્યા બાદ બપોરે 1 વાગ્યે અંબાજીના ઇસ્કોન અંબેવેલીમાં બાબા વિશ્રામ લેશે. બપોરે 3 કલાકે અંબાજીથી અમદાવાદ આવવા બાબા રવાના થશે. ત્યાર બાદ 28મેના રોજ અમદાવાદમાં ઇસ્કોન ગ્રુપના ચેરમેન પ્રવીણ કોટકને ત્યાં બાબા બાગેશ્વર રોકાણ કરવાના છે

Banaskantha : માં અંબેના દરબારમાં હાજરી આપશે બાબા બાગેશ્વરના ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી, જાણો સમગ્ર કાર્યક્રમ
Baba Bageshwar Ambaji

Follow us on

Banaskantha : ગુજરાતની(Gujarat) મુલાકાતે આવેલા બાબા બાગેશ્વર(Baba Bageshwar) ધામના આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રી આજે પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજીની મુલાકાત લેશે. અમદાવાદથી હેલિકોપ્ટર મારફતે ધીરેન્દ્ર શાસ્ત્રી સવારે 11.30 કલાકે દાંતા હેલિપેડ પર ઉતરશે. ત્યાંથી રોડ માર્ગે અંબાજી પહોંચશે. ધીરેન્દ્ર શાસ્ત્રી અંબાજી ધામમાં માતાજીના દર્શન અને પૂજન કરશે અને અંબાજી માતાજીની આરતીનો પણ ધીરેન્દ્ર શાસ્ત્રી લ્હાવો લેશે. માતા અંબાજીના દર્શન કરીને ધીરેન્દ્ર શાસ્ત્રી ઈસ્કોન અંબેવેલીમાં વિશ્રામ કરશે.

ધીરેન્દ્ર શાસ્ત્રીનો  રવિવારનો પ્રોગામ

  • સવારે 8 કલાકે – સુરતથી અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે ધીરેન્દ્ર શાસ્ત્રી
  • સવારે 10.30 કલાકે – અમદાવાદ એરપોર્ટ હેલિકોપ્ટર દ્વારા દાંતા રવાના
  • સવારે 11.30 કલાકે – દાંતા સ્થિત હેલિપેડ પર બાબાનું થશે આગમન
  • બપોરે 12.15 કલાકે – બાબા અંબાજી મંદિરમાં મા અંબાના કરશે દર્શન
  • બપોરે 1 કલાકે – ઇસ્કોન અંબેવેલીના અતિથિ ભુવનમાં કરશે ભોજન-વિશ્રામ
  • બપોરે 3.30 કલાકે – અંબાજીથી નીકળીને અમદાવાદ માટે રવાના થશે
  • બપોરે 4 કલાકે – અમદાવાદ ખાતે બાબાનું આગમન થશે
  • સાંજે 5 કલાકે – ઝુંડાલ સ્થિત સંત સંમેલન કાર્યક્રમાં આપશે હાજરી
  • રાત્રે 8 કલાકે – પ્રવિણ કોટરના નિવાસસ્થાને ભોજન-વિશ્રામ

બે દિવસ બાબા ઘાટલોડીયાના ચાણક્યપુરીના મેદાનમાં કાર્યક્ર્મ યોજાશે

બાબા બાગેશ્વર બપોરે 12.15 કલાકે અંબાજી મંદિરમાં દર્શન કરશે. અંબાજી મંદિરે દર્શન કર્યા બાદ બપોરે 1 વાગ્યે અંબાજીના ઇસ્કોન અંબેવેલીમાં બાબા વિશ્રામ લેશે. બપોરે 3 કલાકે અંબાજીથી અમદાવાદ આવવા બાબા રવાના થશે. ત્યાર બાદ 28મેના રોજ અમદાવાદમાં ઇસ્કોન ગ્રુપના ચેરમેન પ્રવીણ કોટકને ત્યાં બાબા બાગેશ્વર રોકાણ કરવાના છે.

જેની માટે પણ અમદાવાદ ખાતે તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. 28 મેના દિને ઝૂંડાલ પાર્ટી પ્લોટમાં કાર્યક્રમ યોજાશે. 29 અને 30મેના રોજ પણ પ્રવીણ કોટકને ત્યાં રોકાણ કરે તેવી શક્યતા છે. જોકે આ બે દિવસ બાબા ઘાટલોડીયાના ચાણક્યપુરીના મેદાનમાં કાર્યક્ર્મ યોજાશે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

બનાસકાંઠા જિલ્લા સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 6:38 am, Sun, 28 May 23

Next Article