બાદશાહના સોન્ગને પણ પાછળ છોડનાર દેવપગલીનું નવું સોન્ગ Chota Kalakar ની ધૂમ, ગણતરીનાં કલાકમાં મેળવી હજારો વ્યુ

|

May 31, 2022 | 10:00 PM

દેવ પગલીના હિન્દી સોંગ 'ચાંદ વાલા મુખડા' (Chand Wala Mukhda) એ હાલ આખા દેશમાં ધૂમ મચાવી હતી. આ સોન્ગે હાલ સોશિયલ મીડિયા પર નવા રેકોર્ડ બનાવી દીધો હતા.

દેવ પગલી (Devpagli) બનાસકાંઠાના (Banaskantha) ડીસા તાલુકાના આસેડા ગામના વતની છે. દેવ પગલીનું સાચું નામ દેવ પુરી છે. દેવ પગલી સિંગર બન્યા તે પહેલાં ક્રિકેટર અથવા એક્ટર બનવાની ઈચ્છા ધરાવતા હતા. દેવ પગલી હીરો બનવા ઘર છોડીને ભાગી ગયા હતા. મુંબઈમાં પહોંચી અક્ષય કુમાર અને સુનિલ શેટ્ટીને મળવાનો પ્રયાસ કર્યો હતો પણ સફળતા મળી નહોંતી. આથી ક્રિકેટર બનવાની આશા એ મુંબઈથી પાછા ફરી વડોદરા પહોંચ્યા હતા. જયાં નયન મોંગીયા અને ઈરફાન પઠાણના ઘરે મળવા પહોંચી ગયા હતા. ઈરફાન પઠાણના પિતાજી સાથે દેવ પગલીની મુલાકાત શક્ય બની હતી. જોકે ક્રિકેટર અથવા એકટર બનવાનું સપનું અધુરુ રહ્યું હતું.

દેવ પગલીએ ગીતકાર તરીકે કામની શરૂઆત કરી હતી. આ દરમિયાન કિંજલ દવેના એક સોંગમાં અભિનય કરવાનો પણ મોકો મળ્યો હતો. દેવ પગલીએ ધીરે ધીરે ગાવાની શરૂઆત કરી અને પછી ગાયક તરીકે સફળતા મેળવી હતી. ‘લાખ રૂપિયાનો ઘાઘરો’ સોંગથી દેવ પગલીની કરિયરમાં ટર્નિંગ પોઈન્ટ આવે છે. આ સોંગ બાદ ક્યારેય પાછું વળીને જોયું નથી. પરિણામે એક જ મહિનાના અંતરમાં ‘માટલા ઉપર માટલું’ અને ‘ચાંદ વાલા મુખડા’ એમ બેક ટુ બેક બે હિટ સોંગ આપીને દેવ પગલીએ આખા દેશને પાગલ કરી દીધા છે. ત્યારબાદ તેનું બીજું નવું ગીત છોટા કલાકાર રિલીઝ થયું છે. આ સોન્ગને અમુક કલાકોમાં 14000 થી વધુ વ્યુસ મળ્યા છે.

દેવ પગલીનું ચાંદ વાલા મુખડા સોન્ગે ધુમ મચાવી હતી. આ સોન્ગની અત્યાર સુધીમાં રેકોર્ડ બ્રેક 47 લાખથી વધુ રીલ્સ બની ચૂકી છે. એક ગીતે ધૂમ મચાવતાં દેવ પગલીની ફી રૂ. 1 લાખથી સીધી 25 લાખ-30 લાખ થઈ ગઈ છે. જોકે એક દિવસ એવો પણ હતો કે દેવ પગલીના માતા અને બહેનોએ ખેતરમાં મજૂરી કામ પણ કરવું પડ્યું હતું.  આ સોંગે તેની આગળ રિલીઝ થયેલાં અત્યારસુધીના અન્ય જાણીતા સિંગર્સનાં સોંગને પણ રીલ્સ બનવાની બાબતે પાછળ રાખી દીધા છે.

Published On - 10:00 pm, Tue, 31 May 22

Next Video