BANASKANTHA : વરસાદ ખેંચાતા ખેડૂતોની મુશ્કેલીમાં નોંધપાત્ર વધારો, પાકને નુકસાન પહોંચવાની ભીતી

|

Aug 04, 2021 | 1:19 PM

બનાસકાંઠા જિલ્લામાં જુલાઈના અંત સુધી સરેરાશ 50 ટકા કરતા વધારે વરસાદ થતો હતો. જે આ સિઝનમાં માત્ર 25 ટકા થયો છે.આ વખતે જૂલાઈના અંત સુધીમાં બનાસકાંઠામાં માત્ર 25.89 ટકા વરસાદ થયો છે.

BANASKANTHA : જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતોની મુશ્કેલીમાં નોંધપાત્ર વધારો થયો છે. જિલ્લામાં જુલાઈના અંત સુધી સરેરાશ 50 ટકા કરતા વધારે વરસાદ થતો હતો. જે આ સિઝનમાં માત્ર 25 ટકા થયો છે.આ વખતે જૂલાઈના અંત સુધીમાં બનાસકાંઠામાં માત્ર 25.89 ટકા વરસાદ થયો છે. જિલ્લામાં ભાભર અને થરાદમાં સૌથી ઓછો વરસાદ પડ્યો છે. ભાભરમાં માત્ર 7.25 ટકા તો થરાદમાં માત્ર 9.38 ટકા વરસાદ પડ્યો છે.

જૂલાઈ મહિનો પૂર્ણ થઈ ગયો છે અને ઓગસ્ટ મહિનો શરૂ થઈ ગયો છે. તેમ છતા ડેમની ખાલી જોવા મળી રહ્યાં છે, જેના કારણે આગામી સમયમાં પાણીની મોટી મુશ્કેલી સર્જાય તેવી શક્યતા દેખાઈ રહી છે, સાથે ખેડૂતો પણ ચિંતિત બન્યા છે કારણ કે, વરસાદ ખેંચાતા ખેડૂતોના પાકને પણ નુકસાન પહોંચવાની ભીતી છે, ત્યારે ખેડૂતોની સમસ્યા જાણવા ટીવી નાઈનની ટીમે પ્રયાસ કર્યો.

આ પણ વાંચો : AHMEDABAD : કે.કા શાસ્ત્રી સરકારી કોલેજના ખાનગીકરણના વિરોધમાં કોંગ્રેસ કાર્યકર્તાઓનું અનોખું વિરોધ પ્રદર્શન

આ પણ વાંચો : SURAT : ગજેરા સ્કૂલની બેદરકારી, મંજુરી ન હોવા છતાં ધોરણ-6 થી 8ના વિદ્યાર્થીઓને સ્કૂલે બોલાવાયા

Next Video