Ambaji માં ભાદરવી મહામેળાનું આયોજન, 5 થી 10 સપ્ટેમ્બર સુધી યોજાનારા મેળા માટે તૈયારીઓ શરૂ

|

Aug 07, 2022 | 5:56 PM

અંબાજી(Ambaji) ખાતે પગપાળા ચાલીને આવતા હજારો પગપાળા સંઘોના સંગઠનનું કાર્ય કરતુ ભાદરવી પુનમીયા સેવા સંઘ ટ્રસ્ટ દ્વારા  અંબાજી ખાતે મેળા પૂર્વે  પદયાત્રીઓ માટે કરાયેલી સુખ સુવિધાની છણાવટ માટે જિલ્લા વહીવટી તંત્ર તેમજ રાજ્ય સરકારના કેબીનેટ મંત્રી ઋષિકેશ પટેલ સાથે બેઠક યોજી હતી.

Ambaji માં ભાદરવી મહામેળાનું આયોજન, 5 થી 10 સપ્ટેમ્બર સુધી યોજાનારા મેળા માટે તૈયારીઓ શરૂ
પદયાત્રીઓ માટે મહેસાણામાં વિવિધ સ્થળે કેમ્પ
Image Credit source: File Image

Follow us on

ગુજરાતના(Gujarat)બનાસકાંઠા જિલ્લાના યાત્રાધામ અંબાજી(Ambaji) દેશ અને દુનિયાના 51 શક્તિપીઠોમાં અનેરું સ્થાન ધરાવે છે. જેમાં આવનારા 5 થી 10 સપ્ટેમ્બર સુધી અંબાજીમાં ભાદરવી મહામેળાનું(Bhadarvi Melo) આયોજન છે. જેને લઈ હાલમાં વહીવટી તંત્રની પુર્ણ જોશમાં તૈયારીઓ ચાલી રહી છે. અંબાજી ભાદરવી મહામેળામાં આવનાર લાખો લોકોની સુવિધાઓ પુરી પાડવા તંત્ર કાર્યરત છે ત્યારે અંબાજી ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને ભાદરવી પુનમિયા સંઘની મીટિંગ યોજાઈ હતી. છેલ્લા બે વર્ષ થી કોરોના મહામારીના કારણે અંબાજી ખાતે ભરાતા ભાદરવિપુનમના મેળાની પરંપરા ખંડિત થઇ હતી જયારે કોરોનાનુ વ્યાપ ઘટતા જિલ્લા કલેકટર દ્વારા ચાલુ વર્ષે 5 થી 10 સપ્ટેમ્બર 2022 ના 6 દિવસીય ભાદરવી પૂનમનો મેળો ભરાવાની જાહેરાત કરાઈ છે.

ડીઝીટલ વાહન પાસ આપવાની વ્યવસ્થા

ત્યારે અંબાજી ખાતે પગપાળા ચાલીને આવતા હજારો પગપાળા સંઘોના સંગઠનનું કાર્ય કરતુ ભાદરવી પુનમીયા સેવા સંઘ ટ્રસ્ટ દ્વારા  અંબાજી ખાતે મેળા પૂર્વે  પદયાત્રીઓ માટે કરાયેલી સુખ સુવિધાની છણાવટ માટે જિલ્લા વહીવટી તંત્ર તેમજ રાજ્ય સરકારના કેબીનેટ મંત્રી ઋષિકેશ પટેલ સાથે બેઠક યોજી મેળામાં અપાતી સુવિધાની સમીક્ષા કરી હતી, આજની આ બેઠકને રાજ્ય મંત્રી ઋષિકેશ પટેલે દીપ પ્રગટાવી શરૂઆત કરી હતી. ખાસ કરીને અંબાજીમાં પગપાળા આવતા સંઘોના વાહનોને અડચણ ન થાય તે માટે સૌ પ્રથમ વખત ડીઝીટલ વાહન પાસ આપવાની વ્યવસ્થા કરાઈ છે.

સુરક્ષા અને સલામતી માટે પણ પોલીસ ફોર્સ તેનાત કરાશે

જયારે અંબાજીમાં આવતા તમામ પદયાત્રીઓ માટે નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા સાથે વોટર પ્રુફ સમિયાણા તેમજ અંબાજી આસપાસના વિસ્તારોમાં જંગલ વિસ્તારમાં લાઈટિંગ વ્યવસ્થા ,આરોગ્ય લક્ષી સુવિધાઓ તેમજ સુચારુ અને શાંતિરૂપથી દર્શન થાય તેવી વ્યવસ્થા ઉભી કરાઈ હોવાનું જણાવાયું હતું જોકે આ સાથે યાત્રિકોની સુરક્ષા અને સલામતી માટે પણ પોલીસ ફોર્સ તેનાત કરાશે તેમજ યાત્રિકો પગપાળા અંબાજી આવ્યા બાદ પરત જવા એકસ્ટ્રા STવાહન વ્યવહારની સુવિધા ગોઠવવામાં આવી છે એટલુજ નહી આ વખતે જે દાંતાથી અંબાજી સુધી 20 કિલોમીટરનો વાહન વ્યવહાર બંધ કરાતો હતો જે આવખતે માર્ગો લપોર લાઈન થઈ જતા રસ્તો ચાલુ રાખવામા આવશે એટલુજ નહી આરોગ્ય મંત્રીએ કોવીડનો પ્રિકોસન ડોઝ લઈ લેવા ફરજીયાત જણાવ્યુ હતુ.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

ગુજરાતના નાના-મોટા 1470 જેટલા સંઘોનો સમાવેશ

આ મીટીંગમા પગપાળા આવતા મોટા સંઘોના પ્રતિનિધિઓ હાજર રહ્યાં હતા.ભાદરવી પુનમિયા સંઘ સેવા ટ્રસ્ટમાં ગુજરાતના નાના-મોટા 1470 જેટલા સંઘોનો સમાવેશ છે. આ 1470 સંઘોનું પ્રતિનિધિત્વ ભાદરવી પુનમિયા સંઘ કરતું હોય છે.ત્યારે જે પ્રવેશ પાસ ડીઝીટલ ઓન લાઈન કરવામાં આવ્યુ છે તેની સાથે મેન્યુઅલી પણ રાખવા માંગ કરાઈ છે. આજની બેઠકમા આરોગ્ય પરિવાર કલ્યાણ મંત્રી ૠષિકેશ પટેલ , જિલ્લા કલેક્ટર આનંદ પટેલ, બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા, અંબાજી મંદિરના વહિવટદાર આર.કે.પટેલ,એસડીએમ મામલતદાર સહીતના જીલ્લા વહીવટી તંત્ર સાથે અને મંદિરના અધિકારીઓ હાજર રહ્યા હતા.

( With Input Chirag Agarwal ) 

Published On - 5:53 pm, Sun, 7 August 22

Next Article