Banaskatha : યાત્રાધામ અંબાજીથી કેન્દ્રીય પ્રધાન દેવુસિંહ ચૌહાણની જન આશીર્વાદ યાત્રાનો પ્રારંભ કર્યો

|

Aug 16, 2021 | 11:52 AM

યાત્રાધામ અંબાજીથી કેન્દ્રીય પ્રધાન દેવુસિંહ ચૌહાણની જન આશીર્વાદ યાત્રાનો પ્રારંભ થયો. દેવુસિંહ ચૌહાણે શક્તિપીઠ અંબાજીમાં દર્શન કર્યા. તો કલેક્ટરે માતાજીનું યંત્ર ભેટમાં આપ્યું.

Banaskatha : યાત્રાધામ અંબાજીથી કેન્દ્રીય પ્રધાન દેવુસિંહ ચૌહાણની જન આશીર્વાદ યાત્રાનો પ્રારંભ થયો. દેવુસિંહ ચૌહાણે શક્તિપીઠ અંબાજીમાં દર્શન કર્યા. તો કલેક્ટરે માતાજીનું યંત્ર ભેટમાં આપ્યું. બનાસકાંઠામાં ભાજપની જન આશીર્વાદ યાત્રા 164 કિલોમીટરનું અંતર કાપી સદારામ બાપાના ધામ ટોટાણા ખાતે સમાપન થશે. આ રેલીમાં સાંસદ પરબત પટેલ, દિનેશ અનાવાડિયા, ગોરધન ઝડફિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અંબાજીમાં વિવિધ જ્ઞાતિના આગેવાનો અને ભાજપ કાર્યકરો મોટી સંખ્યામાં યાત્રામાં જોડાયા હતા.

નોંધનીય છેકે ભાજપના નવ નિયુક્ત 43 કેન્દ્રીય પ્રધાનોની જન આશીર્વાદ યાત્રા શરૂ થઇ ચૂકી છે. આ યાત્રામાં ગુજરાતના 5 કેન્દ્રીય પ્રધાનો એક પછી એક સામેલ થશે. રાજ્યકક્ષાના પ્રધાન દર્શના જરદોશે ગઇકાલે કરમસદથી આશીર્વાદ યાત્રા શરૂ કરી. તો આજે દેવુસિંહ ચૌહાણ અને મહેન્દ્ર મુંજપરા યાત્રા કાઢશે. આ સિવાય મનસુખ માંડવિયા, પરસોત્તમ રૂપાલા પણ યાત્રા યોજશે.

Next Video