BANASKATHA : દિયોદરમાં ડિપ્થેરિયાની રસી લીધા બાદ 3 બાળકો બેભાન થયા, બાળકોની હાલત સ્થિર

|

Jul 22, 2021 | 7:51 PM

દિયોદરમાં ડિપ્થેરિયાની રસીથી 3 બાળકો બેભાન થઈ ગયા છે. ઘટના છે દિયોદરમાં આવેલી ગોલાવી શાળાની. જ્યાં ડિપ્થેરિયા રોગની રસી આપવાનો કાર્યક્રમ હતો. રસી લીધા બાદ એક જ પરિવારના 3 બાળકોને ચક્કર આવ્યા હતા

BANASKATHA : જિલ્લાના દિયોદરમાં ડિપ્થેરિયાની રસીથી 3 બાળકો બેભાન થઈ ગયા છે. ઘટના છે દિયોદરમાં આવેલી ગોલાવી શાળાની. જ્યાં ડિપ્થેરિયા રોગની રસી આપવાનો કાર્યક્રમ હતો. રસી લીધા બાદ એક જ પરિવારના 3 બાળકોને ચક્કર આવ્યા હતા અને તેઓ બેભાન થઈ ગયા હતા. ત્યારબાદ તેમને સારવાર માટે દિયોદરની રેફરલ હોસ્પિટલમાં લઈ જવાયા છે. જ્યાં તેમની તબિયત સારી હોવાનું તાલુકા હેલ્થ ઓફિસરે જણાવ્યું છે.

બનાસકાંઠા જિલ્લામાં ડિપ્થેરિયા રોગે માથું ઉચક્યું છે. જેને પગલે આરોગ્ય વિભાગે મેગા રસીકરણ અભિયાન હાથ ધર્યું છે. બનાસકાંઠા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં બાળકોને ડિપ્થેરિયાની રસી આપવામાં આવી રહી છે. જે દરમિયાન દિયોદરની ગોલાવી પ્રાથમિક શાળામાં રસી આપ્યા બાદ ત્રણ બાળકો બેભાન થઈ જતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ ફેલાયો હતો.

બાળકો બેભાન થતાં તેમને તાત્કાલિક 108ની મદદથી દિયોદરની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમને પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેમની સ્થિતિ સ્થિર જણાતી હતી. મેડીકલ ઓફિસરની દેખરેખ નીચે બાળકોને હાલ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે.

 

Next Video