BANASKATHA : ઘરનું સ્વપ્ન ક્યારે પૂર્ણ થશે ? આદિવાસીઓને આવાસ યોજનાનો લાભ ક્યારે ?

|

Aug 02, 2021 | 9:29 PM

દાંતા, અમીરગઢના રોજનું કમાઈને રોજ ખાતા લોકોએ પાક્કા ઘર મુદ્દે વારંવાર રજૂઆત કરી.આમ છતાં સ્થાનિક નેતા, અધિકારીઓના પેટનું પાણી હલતું નથી. સ્થાનિકોએ હવે પાક્કા ઘર નહીં મળે તો વોટ ન આપવાની ચીમકી ઉચ્ચારી છે.

BANASKATHA : જિલ્લાના અંતરિયાળ આદિવાસી વિસ્તાર અમીરગઢ, દાંતા પંથકમાં 90 ટકા લોકો કાચા ઝૂંપડામાં રહે છે. આવાસ યોજનાનો જરૂરિયાતમંદોને હજુ સુધી કોઈ લાભ મળ્યો નથી. ચોમાસામાં કાચા ઝૂંપડામાંથી પાણી પડે છે.ઘરના બાળકો બિમાર થાય છે. દાંતા, અમીરગઢના રોજનું કમાઈને રોજ ખાતા લોકોએ પાક્કા ઘર મુદ્દે વારંવાર રજૂઆત કરી.આમ છતાં સ્થાનિક નેતા, અધિકારીઓના પેટનું પાણી હલતું નથી. સ્થાનિકોએ હવે પાક્કા ઘર નહીં મળે તો વોટ ન આપવાની ચીમકી ઉચ્ચારી છે. આદિવાસી લોકો માંગ કરી રહ્યા છે કે ખરેખર આ યોજનાના સાચા લાભાર્થીઓ તેઓ છે. પરંતુ તેમ છતાં તંત્રની બેદરકારીના કારણે આજદિન સુધી તેમનું ઝુંપડા નું મકાન પાકું થયું નથી. આદિવાસી મહિલાઓ કાચા મકાનને પાકું બનાવી આપવા માટે તંત્ર પાસે માંગ કરી રહ્યા છે.

 

Next Video