Banaskantha : શ્રાવણ માસથી શક્તિપીઠ અંબાજીમા હવે પ્રસાદ સ્વરૂપે મળશે ચીક્કી

|

Jul 29, 2022 | 5:56 PM

અંબાજી(Ambaji) દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કલેકટર આનંદ પટેલ જણાવે છે કે સોમનાથ મંદિરમાં પણ ચીકીનો પ્રસાદ ભક્તોને આપવામાં આવે છે અને એ પ્રસાદ વિદેશોમાં પણ ભક્તો લઈ જાય છે સામાન્ય પણે સિંગની ચીકી એક અથવા દોઢ માસ સુધી બગડતી નથી

Banaskantha : શ્રાવણ માસથી શક્તિપીઠ અંબાજીમા હવે પ્રસાદ સ્વરૂપે મળશે ચીક્કી
Ambaji Chikki Prasad

Follow us on

ગુજરાતમાં પવિત્ર શ્રાવણ માસ થી શક્તિપીઠ અંબાજીમા(Ambaji)  હવે શ્રધ્ધાળુઓ ને પ્રસાદ સ્વરૂપે ચીકી મળશે.માં અંબા ના દર્શને આવતા દર્શનાર્થીઓ અંબાજીમા  માં અંબા ના પ્રસાદ સ્વરૂપે મોહનથાળ લઈ જતા હોય છે પરંતુ હવે પવિત્ર શ્રાવણ માસ અને ભાદરવી અને નવરાત્ર ને ધ્યાને રાખી ચીકીના(Chikki) પ્રસાદ નું પણ આયોજન કરાયું છે. માં અંબાના ચરણોમાં શીશ નમાવવા લાખો શ્રદ્ધાળુઓ આવતા હોય છે પવિત્ર શ્રાવણ માસમાં પણ અનેક શ્રદ્ધાળુ આવે છે જોકે ઉપવાસ દરમિયાન આ શ્રદ્ધાળુઓને કોઈ તકલીફ ન પડે ધ્યાનમાં રાખીને પવિત્ર શ્રાવણ માસથી પ્રસાદ કેન્દ્રો પર ચિકી નો પ્રસાદ તરીકે આપવાનું આયોજન કરાયું છે જોકે શ્રદ્ધાળુઓ ચીકીનો પ્રસાદ ચાચર ચોકમાં જ આરોગી શકે તેવી પણ વ્યવસ્થા કરવામાં આવશે સાથે સાથે આ ચીકીના પ્રસાદની કિંમત પણ સોમનાથ મંદિરની જેમ ૨૫ રૂપિયા રાખવામાં આવશે જેથી શિવ અને શક્તિનો પ્રસાદ એક જ સ્વરૂપે અને એક જ કિંમતે મળી રહે

પ્રાથમિક રીતે અત્યારે ચીકીના 50 હજાર બોક્સ તૈયાર કરાશે

મા અંબાના મોહનથાળનો પ્રસાદ શ્રદ્ધાળુઓ પ્રસાદ કેન્દ્રો પર થી મેળવે છે ત્યારે શ્રાવણ માસ ભાદરવી પૂનમનો મહા મેળો અને નવરાત્રિના પર્વને ધ્યાનમાં રાખીને અંબાજી મંદિર દેવ સ્થાન ટ્રસ્ટના ચેરમેન કલેકટર આનંદ પટેલે સોમનાથની જેમ ચીકી નું પ્રસાદ ભક્તોને આપવાનું નક્કી કર્યું છે જો કે અત્યારે પ્રાથમિક તબક્કે 50 હજાર બોક્સ તૈયાર કરાશે અને ત્યારબાદ ભક્તોની અને શ્રદ્ધાળુઓની માંગ પ્રમાણે વધુ પ્રસાદ તૈયાર કરવામાં આવશે

ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?

સોમનાથની ચીકીનો પ્રસાદ વિદેશમાં પણ જાય છે

અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કલેકટર આનંદ પટેલ જણાવે છે કે સોમનાથ મંદિરમાં પણ ચીકીનો પ્રસાદ ભક્તોને આપવામાં આવે છે અને એ પ્રસાદ વિદેશોમાં પણ ભક્તો લઈ જાય છે સામાન્ય પણે સિંગની ચીકી એક અથવા દોઢ માસ સુધી બગડતી નથી અને જેને કારણે લાંબા સમય સુધી સચવાઈ રહે છે ત્યારે અંબાજીમાં પણ પ્રસાદ કેન્દ્રો પરથી ચીકીનું પ્રસાદ મળી રહેશે અને ભાદરવી પૂનમ નવરાત્રી અને દિવાળીના તહેવારો દરમિયાન દેશ વિદેશથી આવતા લોકો આ ચીકીનું પ્રસાદ લઈ જઈ શકશે

Published On - 5:54 pm, Fri, 29 July 22

Next Article