BANASKANTHA : કાંકરેજ તાલુકાના વડીયા ગામમાં ગ્રામજનો દ્વારા શાળાને તાળાબંધી, કેમ ગ્રામજનોમાં નારાજગી ?

|

Dec 28, 2021 | 5:46 PM

કાંકરેજના વડીયા ગામે પ્રાથમિક શાળામાં (Primary School) 170 જેટલા બાળકો અભ્યાસ કરે છે. 170 જેટલા બાળકો વચ્ચે માત્ર બે ઓરડા હતા. તે પણ છેલ્લા પાંચ વર્ષથી જર્જરિત છે. 2017 માં આવેલા પુર બાદ આ ઓરડા સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત થયા છે.

BANASKANTHA : કાંકરેજ તાલુકાના વડીયા ગામમાં ગ્રામજનો દ્વારા શાળાને તાળાબંધી, કેમ ગ્રામજનોમાં નારાજગી ?
વડીયા ગામમાં શાળાને તાળાબંધી

Follow us on

બનાસકાંઠાના (BANASKANTHA) અંતરિયાળ વિસ્તારોમાં આજે પણ બાળકો ખુલ્લામાં ભણવા મજબૂર છે. આજે કાંકરેજ (Kankraj) તાલુકાના વડીયા(Wadia village) ગામે ખુલ્લામાં બેસીને અભ્યાસ કરતા બાળકોના વિરોધમાં ગ્રામજનોએ શાળાને (school) તાળાબંધી કરી હતી. જ્યારે ત્યાં સુધી બાળકોને બેસવા માટે યોગ્ય વ્યવસ્થા નહીં થાય ત્યાં સુધી શાળા બંધ રાખવા માટે ચીમકી ઉચ્ચારી હતી.

કાંકરેજના વડીયા ગામે પ્રાથમિક શાળામાં (Primary School) 170 જેટલા બાળકો અભ્યાસ કરે છે. 170 જેટલા બાળકો વચ્ચે માત્ર બે ઓરડા હતા. તે પણ છેલ્લા પાંચ વર્ષથી જર્જરિત છે. 2017 માં આવેલા પુર બાદ આ ઓરડા સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત થયા છે. ગ્રામજનોની વારંવાર રજૂઆત છતાં આજ દિન સુધી કોઈ પરિણામ મળ્યું નથી. ઓરડા જર્જરિત થવાના કારણે બાળકોએ ખુલ્લામાં બેસીને અભ્યાસ કરવો પડે છે. જેના વિરોધમાં આજે ગ્રામજનોએ શાળાને તાળાબંધી કરી હતી. ગ્રામજનોનો આક્ષેપ છે કે વારંવાર રજૂઆત છતાં સરકાર આ મામલે કોઈ ગંભીરતાથી લેતી નથી. જેથી જ્યાં સુધી ઓરડા મામલે યોગ્ય નિરાકરણ નહિ આવે ત્યાં સુધી ગામની શાળા ને તાળાબંધી યથાવત રાખવામાં આવશે.

તાજેતરમાં જ નવા બનેલા મંત્રીમંડળમાં કાંકરેજના (Kankraj) ધારાસભ્ય કિર્તીસિંહ વાઘેલા (Kirtisinh Vaghela)રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી બન્યા છે. તેમના જ મત વિસ્તારમાં આ પ્રકારની પરિસ્થિતિ સરકાર સામે સવાલ ઊભા કરે છે. આ મામલે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીનું કહેવું છે કે રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી કિર્તીસિંહ વાઘેલાએ (Kirtisinh Vaghela)શાળામાં સાત ઓરડા બનાવવા માટેની મંજૂરી રાજ્ય સરકાર તરફથી આપી દેવામાં આવી છે. જેની ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરી છે. ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ શાળાના ઓરડા બનાવવાનું કામગીરી ચાલુ થશે. અત્યારે બાળકોનો અભ્યાસ ન બગડે તે માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે.

Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે

બનાસકાંઠાની (Primary School) પ્રાથમિક શાળાઓમાં ઓરડાની ઘટ મામલે અગાઉ ધારાસભામાં પણ અનેક ધારાસભ્યો રજૂઆત કરી ચુક્યા છે. કિર્તીસિંહ વાઘેલા હવે રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી બનતા જીલ્લાની પ્રાથમિક શાળાઓમાં ઓરડાની ઘટ સમસ્યા દૂર થાય તે માટે લોકો માંગ કરી રહ્યા છે.

આ પણ વાંચો : AHMEDABAD : જુના વાડજમાં ડીમોલેશન દરમિયાન AMCની ટીમ અને પોલીસ પર પથ્થરમારો, 5 લોકોની અટકાયત

આ પણ વાંચો : UPSC Engineering Services 2021 DAF: એન્જીનિયરિંગ સર્વિસ મેન્સ પરીક્ષા માટે DAF ફોર્મ થયું જાહેર, જુઓ તમામ વિગતો

Published On - 5:40 pm, Tue, 28 December 21

Next Article