BANASKATHA : મેઘમહેર થતા ખેતીને મળ્યું જીવતદાન, જિલ્લાના 14માંથી 10 તાલુકામાં વરસાદ

|

Jul 26, 2021 | 4:32 PM

ગઈકાલ સાંજથી બનાસકાંઠા જિલ્લાના 14 તાલુકા પૈકી 10 તાલુકાઓમાં સામાન્ય તો ક્યાંક સારો વરસાદ થયો છે. જેને પગલે ખેડૂતોમાં આનંદ છે.

BANASKATHA : વરસાદની અછત વચ્ચે બનાસકાંઠા જિલ્લામાં ગઇકાલ સાંજથી વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. હજુ વરસાદ પાંચ દિવસ ખેંચાયો હતો. જિલ્લાના ખેડૂતોને ખેતીના પાકોમાં મોટું નુકસાન વેઠવાનો વારો આવે તેવી પરિસ્થિતિ હતી. પરંતુ આફતના એંધાણ વચ્ચે વરસાદનું આગમન થતાં ખેડૂતો પરના સંકટના વાદળો ઓસર્યા છે.

બનાસકાંઠા જિલ્લામાં ખરીફ સિઝનમાં ત્રણ લાખ પચાસ હજાર હેક્ટરથી વધુ વાવેતર વિસ્તારમાં ખેડૂતોએ વાવેતર કર્યું છે. છેલ્લા કેટલાય સમયથી વાવેતર બાદ જે વરસાદ થવો જોઈએ અને જમીનમાં ભેજનું પ્રમાણ જળવાવું જોઇએ તે જળવાયું ન હતું. હજુ વરસાદ પાંચ દિવસથી વધુ સમય ખેંચાયો હોત તો ખેતીના પાકોને મોટું નુકસાન થઈ શકે તેવી સંભાવના હતી. પરંતુ આ નુકસાનની સંભાવના વચ્ચે ઈન્દ્રદેવ મહેરબાન થતાં જીલ્લામાં વરસાદનું આગમન થયું છે.

ગઈકાલ સાંજથી બનાસકાંઠા જિલ્લાના 14 તાલુકા પૈકી 10 તાલુકાઓમાં સામાન્ય તો ક્યાંક સારો વરસાદ થયો છે. જેને પગલે ખેડૂતોમાં આનંદ છે. ખેડૂતોનું કહેવું છે કે વરસાદનું આગમન થતાં નિષ્ફળ જતો ખેતીનો પાક બચ્યો છે. વરસાદ થતાં ખેતીના પાકો તો બચી ગયા છે. પરંતુ ખેડૂતો હજુ સારા વરસાદની રાહ જોઈ બેઠા છે. બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોનું કહેવું છે કે જિલ્લાના મુખ્ય ડેમો ત્યાં સુધી વરસાદી પાણીથી નહિ ભરાય ત્યાં સુધી ખેડૂતોના પાણીની સમસ્યા દૂર થશે નહીં.

 

Next Video