Banaskantha : પાલનપુરમાં રામપુરા ચોકડી નજીક કચરાના ઢગ, આસપાસના વિસ્તારમાં રહેતા લોકોના આરોગ્ય સામે જોખમ

|

Apr 16, 2023 | 7:55 AM

પાલનપુર નગરપાલિકા દ્વારા શહેરમાંથી દિવસ દરમિયાન ઉઘરાવાતો કચરો આ ડમ્પિંગ સાઈટ પર ઠાલવવામાં આવે છે. જોકે આ કચરાનો કોઈ નિકાલ ન કરવામાં ન આવતા અહીં કચરાના મોટા ડુંગરો ઉભા થયા છે.

Banaskantha : પાલનપુરમાં રામપુરા ચોકડી નજીક કચરાના ઢગ, આસપાસના વિસ્તારમાં રહેતા લોકોના આરોગ્ય સામે જોખમ
Piles of garbage created at the dumping site near Rampura Chowk in Palanpur

Follow us on

બનાસકાંઠાના પાલનપુરમાં રામપુરા ચોકડી નજીક ડમ્પિંગ સાઈટ સ્થાનિકો માટે માથાનો દુ:ખાવો બની છે. નગરપાલિકા દ્વારા શહેરમાંથી દિવસ દરમિયાન ઉઘરાવાતો કચરો આ ડમ્પિંગ સાઈટ પર ઠાલવવામાં આવે છે. જોકે આ કચરાનો સમયસર કોઈ નિકાલ કરવામાં ન આવતા અહીં કચરાના મોટા ડુંગર ઉભા થયા છે. તો બીજી તરફ આ કચરાના ઢગલા ઉપર અજાણ્યા શખ્સો રાત્રિના સમયે આગ લગાડાતા આગનો ધુમાડો આસપાસના વિસ્તારમાં પ્રસરી રહ્યો છે.

આ પણ વાંચો : Mandi :બનાસકાંઠાના થરા APMCમાં બાજરાના મહત્તમ ભાવ રૂપિયા 3125 રહ્યા, જાણો જુદા-જુદા પાકના ભાવ

ડમ્પિંગ સાઈટના કારણે આસપાસના વિસ્તારમાં રહેતા હજારો લોકો પર આરોગ્યનો ખતરો તોળાઈ રહ્યો છે. ડમ્પિંગ સાઈટનો ઉકેલ તાત્કાલિક ધોરણે આવે તેવી સ્થાનિકોએ માગ કરી છે. અને જો ટુંક સમયમાં કચરો સળગાવવાની ઘટના રોકવામાં નહીં આવે તો સ્થાનિકોએ રસ્તા પર ઉતરવાની ચીમકી આપી છે.

કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ

ડમ્પીંગ સાઈટની સમસ્યા ઉભી થતા પાલિકાના દાવા પોકળ

સ્થાનિકોના આંદોલન બાદ અગાઉ પાલિકાએ કચરાના નિકાલની વ્યવસ્થા માટે મશીનરી ગોઠવી હતી. પરંતુ ફરી ડમ્પીંગ સાઈટની સમસ્યા ઉભી થતા પાલિકાના દાવા પોકળ સાબિત થયા છે. પાલિકાના સેનિટેશન ચેરમેને કહ્યું, સાઈટ પર રિસાઈકલીંગ ચાલી રહ્યું છે. અને આગ બુઝાવવા ફાયર બ્રિગેડ મોકલી રહ્યા છે.

કચ્છ- ભુજની નાગોર ડમ્પિંગ સાઈટ પર યોગ્ય નિકાલના અભાવે સર્જાયા હતા કચરાના ઢગ

આ અગાઉ કચ્છના ભુજમાં પાલિકાના અણઘડ આયોજનને કારણે સમગ્ર શહેરનો કચરો રસ્તા પર આવી ગયો હતો. નાગોર ડમ્પિંગ સાઈટ પર શહેરભરનો કચરો ઠાલવવામાં આવે છે. શહેરના એકઠા થયેલા કચરાના નિકાલ માટે પાલિકાએ ખાતર તથા અન્ય વેસ્ટનો ઉપયોગ કરવા માટે પ્રોજેક્ટ તો શરૂ કર્યો હતો પરંતુ તે બંધ થઇ ગયો હતો. જેને કારણે નાગોર સાઇટ પર કચરાનો ઢગ સર્જાયો હતો. સાથે જ કચરો રસ્તા સુધી આવી પહોંચ્યો હતો. લોકો તેમજ વિપક્ષ પણ પાલિકાના આ આયોજન પર સવાલો ઉભા કરી રહ્યા હતા.

કચરામાંથી ખાતર તથા બ્લોક બનાવવાનો પ્રોજેક્ટ ખોરંભે ચડ્યો

શહેરનો તમામ કચરો વર્ષોથી અહીં ઠલવાય છે, જો કે કચરો ક્ષમતા કરતા વધી જતાં પાલિકાએ વિવિધ સંસ્થાઓ સાથે કરાર કરી ખાતર તથા બ્લોક બનાવવા સહિતની વસ્તુઓ તૈયાર કરવાનુ આયોજન કર્યુ હતું. એ શરૂ તો થયું હતું પરંતુ થોડા જ સમયમાં તે બંધ થઈ ગયુ હતુ. જેથી કચરાનો યોગ્ય નિકાલ થતો નથી તેવુ પાલિકા ખુદ સ્વીકાર્યું હતુ.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Article