Banaskantha: અંબાજીમાં મોડી રાત્રે વરસાદનું આગમન, ભારે બફારા બાદ વરસાદ વરસતા લોકોને ગરમીથી મળી રાહત

|

Jun 16, 2021 | 1:10 PM

Banaskantha: બનાસકાંઠાના અંબાજીમાં મોડી રાત્રે વરસાદની (Rain) ધમાકેદાર એન્ટ્રી થઈ હતી, દિવસભરના બફારા બાદ વરસાદ વરસતા લોકોને ગરમાથી આંશિક રાહત મળી હતી.

Banaskantha: બનાસકાંઠાના અંબાજીમાં મોડી રાત્રે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી, દિવસભરના બફારા બાદ વરસાદ (Rain) વરસતા લોકોને ગરમાથી આંશિક રાહત મળી હતી.

મુંબઈમાં વરસાદનું આગમન થયા બાદ હવામાન વિભાગે (Meteorological Department) ગુજરાતનાં ચોમાસા વિશે આગાહી કરી હતી, હવામાન વિભાગ મુજબ, ગુજરાતમાં 13 જુનથી ચોમાસુ (Monsoon) બેસી ગયું છે. પરંતુ વરસાદી પરિબળો સક્રિય ન થતા વરસાદ થયો નથી.

જો કે, ચોમાસાની શરૂઆતથી જ ગુજરાતમાં સુરત, ભરૂચ, અમરેલી અને તાપી પંથકમાં વરસાદે દસ્તક દીધી છે. અમરેલીનાં સાવરકુંડલામાં ચોમાસાનાં પહેલા વરસાદની ધમાકેદાર બેટિંગથી આંબરડી (Ambardi) ગામની બજારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાય હતી અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી સાવરકુંડલાનો શેર દદુગલ ડેમનાં બે પાટિયા ખોલવાની ફરજ પડી હતી.

હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ, આગામી બે દિવસ સુધી ઉતર ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે, ત્યારે અંબાજી (Ambaji) પંથકમાં દિવસભરના બફારા બાદ મોડી રાત્રે વરસાદ થતા વાતાવરણમાં (Atmosphere) ઠંડક પ્રસરી હતી, જેને પગલે લોકોમાં ખુશીની લાગણી છવાઈ હતી.

મહત્વપૂર્ણ છે કે, આ વખતે ચોમાસું વહેલું છે, પરંતુ  સૌરાષ્ટ્ર (Saurashtra) વિસ્તારમાં પાંચ દિવસ સુધી વરસાદની નહિવત શક્યતા છે. ત્યારે સૌરાષ્ટ્રના વાવણી કરી ચુકેલા ખેડુતો હાલ ચિંતામાં મુકાયા છે.

Next Video