બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ખીમાણા ખાતે આવેલ બનાસ બેંકના કેશિયરે બેંકના મેનેજરની હેરાન ગતિથી કંટાળીને બે ફેબ્રુઆરીના રોજ પોતાના ઘરે આપઘાત કરી લીધો હતો કેસિયર નારણજી ઠાકોરના મોત બાદ તેમના પાસેથી એક સુસાઇડ નોટ મળી આવી હતી તેમાં બેંકના મેનેજર સુધીર ઠકકર પર આરોપ લગાવ્યા હતા મૃતકના પુત્રએ બનાસ બેંકના મેનેજર સામે પોલીસ ફરીયાદ નોંધાવી હતી પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
કાંકરેજનાં ખીમાણા ગામમાં આવેલ બનાસ બેંકમાં નારણજી ઠાકોર છેલ્લા એક વર્ષથી ખીમાણાં શાખામાં કેશિયર તરીકે કામ કરતા હતા જ્યારે 2 February 2023na દિવસે કાંકરેજનાં રતનપુરા ખાતે પોતાના ઘરે પંખે ગળે ફાંસો ખાઈ આપધાત કરી લિધો હતો કેશિયર નારણજી ઠાકોર મોત બાદ પોતાના પેન્ટ નાં ખિસ્સા માંથી એક સુસાઇટ નોટ મળી આવી હતી તેમાં મૃતક નારણજી ઠાકોરે લખ્યું હતું કે મને બેંકના મેનેજર સુધીર ઠકકર હેરાન પરેશાન કરતા હોવાથી હું આપઘત કરું છું કેસિયર નારણજી ઠાકોરના પુત્રએ સિહોરી પોલીસ મથકે ખીમાણાં શાખા નાં બનાસ બેંકના મેનેજર સુધીર ઠકકર સામે દૂષ્પ્રેરણાની ફરીયાદ નોંધાવી છે અને પોતાના પરિવારને ન્યાય મળે તેવો માંગ કરી
મૂળ કાંકરેજનાં વસરડા ગામના 52 વર્ષીય નારણજી ઠાકોર પોતાના પરિવાર સાથે કાંકરેજ નાં રતનપૂરા ખાતે રહી બનાસ બેંકમાં કેસીયર નોકરી કરી પોતાનાં પરીવાર નુ ગુજરાન ચલાવતા હતા પરંતુ છેલ્લા એક વર્ષથી ખીમાણાં ખાતે બનાસ બેંકના કેશિયર તરીકે નોકરી કરતા હતા પરંતુ ડોઢ મહીના થી બેંકના મેનેજર કોમ્પુટર જ્ઞાન માટે વારંવાર હેરાન કરતા હોવાથી મેનેજર નાં માનસિક ત્રાસ થી કંટાળી નારણજી ઠાકોરે આપઘાત કરી જીવન ટૂંકાવી દીધું સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : Gujarat weather: ઠંડીથી આંશિક રાહત મળવાનું અનુમાન, જાણો તમારા શહેરનું હવામાન