Banaskantha : પાલનપુરનું એરપોર્ટ જેવું આઈકોનિક બસપોર્ટ,  સુવિધાઓથી મુસાફરો ખુશ

|

Jul 07, 2022 | 5:33 PM

પાલનપુર ખાતે ગુજરાત એસ. ટી નિગમ(GSRTC)  દ્વારા  37 કરોડના ખર્ચે બસપોર્ટ(Bus Port)   નિર્મિત કરવામાં આવ્યું  છે. પાલનપુર શહેરને ચાર ચાંદ લાગે તેવી તમામ સુવિધાઓથી સજ્જ બસ સ્ટેશન છે જેને જોઈને મુસાફરો સરાહના કરી રહ્યા છે

Banaskantha : પાલનપુરનું એરપોર્ટ જેવું આઈકોનિક બસપોર્ટ,  સુવિધાઓથી મુસાફરો ખુશ
Palanpur GSRTC Bus Depot

Follow us on

સામાન્ય પણે એરપોર્ટની સુવિધાઓના વખાણ થતા હોય છે પણ હવે ગુજરાતના(Gujarat) બનાસકાંઠાના પાલનપુરમાં(Palanpur)  એક એવુ બસપોર્ટ બન્યુ છે જેમાં એરપોર્ટ જેવી સુવિધાઓ છે. પાલનપુર ખાતે ગુજરાત એસ. ટી નિગમ(GSRTC)  દ્વારા  37 કરોડના ખર્ચે બસપોર્ટ(Bus Port)   નિર્મિત કરવામાં આવ્યું  છે. પાલનપુર શહેરને ચાર ચાંદ લાગે તેવી તમામ સુવિધાઓથી સજ્જ બસ સ્ટેશન છે જેને જોઈને મુસાફરો સરાહના કરી રહ્યા છે.આ આઈકોનિક બસ પોર્ટ મહિલાઓ માટે અલાયદી બેઠક વ્યવસ્થા કરવામાં આવેલ છે તથા સમગ્ર બસપોર્ટ CCTV કેમેરાથી સજ્જ છે. આ ઉપરાંત બસપોર્ટ પર વિદ્યાર્થીઓને સરળતાથી પાસ મળી રહે તે માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે.  આ વ્યવસ્થા જોઈએ શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની અંજલી બારોટ ગુજરાત સરકારનો આભાર માન્યો છે.

બસપોર્ટ પર ટિકીટ કાઉન્ટર, પુછપરછ કેન્દ્ર, બસનું ટાઈમટેબલ અને આવાગમનની માહિતી ડિઝિટલ ડિસપ્લે

આ ઉપરાંત બસપોર્ટ પર ઉભી કરાયેલી સુવિધાથી મુસાફરો પણ ખુશ નજરે પડે છે.  આ અંગે મુસાફર મુકેશ નાયકે જણાવ્યું હતું કે પાલનપુરનું જે એસ. ટી ડેપો ગવર્મેન્ટે બનાવ્યું છે તે ખરેખર સરાહનીય છે, તેની અંદર તમામ સુવિધાઓ છે. એરપોર્ટ જેવી સુવિધાઓને લીધે આવવું ગમે છે.જેમાં 37 કરોડના ખર્ચે નવનિર્મિત આઈકોનિક બસપોર્ટમાં આવેલ અત્યાધુનિક સુવિધાઓની વાત કરીએ તો  ટિકીટ કાઉન્ટર, પુછપરછ કેન્દ્ર, બસનું ટાઈમટેબલ અને આવાગમનની માહિતી ડિઝિટલ ડિસપ્લે પર દર્શાવવામાં આવે છે. મુસાફરો માટે વ્હીલચેર, લગેજ ટ્રોલી સાથે સાથે બેઠક વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે, એક જ સ્થાન પર ખરીદી કરવા માટે મોલ અને મનોરંજન માટે સિનેમા હોલ થતા ગેમઝોન જેવી સુવિધાઓ પણ છે.

ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન

 દૈનિક 1900થી વધુ બસની ટ્રિપ

જ્યારે એક અન્ય મુસાફર જીગર જોષીના જણાવ્યા અનુસાર ઈલેક્ટ્રોનિક સીડી, ગેમઝોન, સિનેમા થિયેટર, બેસવા માટેની વ્યવસ્થા, પીવાનું પાણી અને એયરપોર્ટ જેવી સુવિધા હોય તેવું બસ સ્ટેન્ડ બન્યું છે. ખૂબ જ આનંદ થાય છે. જ્યારે બસ પોર્ટ પર વિધાર્થીઓને પાસ નીકળવા માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં અને વિદ્યાર્થીની અંજલી બારોટે કહ્યું કે બસ સ્ટેશનમાં અહિંયા સારી સુવિધા ઉભી કરવામાં આવી છે. આ આઈકોનિક બસપોર્ટ પરથી દૈનિક 1900થી વધુ બસની ટ્રિપ થાય છે. જેથી રોજિંદા મુસાફરી કરતા બસ મુસાફરો માટે એક જ સ્થળ પર તમામ સુવિધાઓ મળતાં લાભ થશે.

Published On - 5:22 pm, Thu, 7 July 22

Next Article