બનાસકાંઠા જિલ્લામાં ખાદ્ય સુરક્ષા વિભાગ દ્વારા લેવામાં આવેલા સેમ્પલ ફેઇલ નો રિપોર્ટ સામે આવતા દંડની કાર્યવાહી કરવામાં આવી છે. 14 જેટલા સેમ્પલ ફેઇલ હોવાનો રિપોર્ટ આવવાને પગલે બનાસકાંઠા જિલ્લા અધિક ક્લેક્ટર દ્વારા લાખો રુપિયાનો દંડ વેપારી, સપ્લાયર અને ઉત્પાદકને ફટકારવામાં આવ્યો છે.
ભેળસેળીયાઓ સામે કાર્યવાહી
Follow us on
ખાદ્ય સુરક્ષા વિભાગ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં અલગ અલગ સ્થળોએથી ફૂડ સેમ્પલ લેવામાં આવ્યા હતા. ખાદ્ય ચિજોમાં ભેળસેળ છે કે કેમ એ ચકાસવા માટે ફૂડ સેમ્પલના પરીક્ષણ કરવામાં આવ્યા હતા. જેમાંથી કેટલાક સેમ્પલના રિપોર્ટ ફેઇલ આવતા જ આ અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં ભેળસેળને લઇ ઉત્પાદકો અને સપ્લાયરથી લઈને વેપારીઓને દંડ ફટકારવામાં આવ્યો છે.
છેલ્લા કેટલાક સમયથી બનાસકાંઠા સહિત રાજ્યમાં અનેક સ્થળો પર ખાદ્ય ચિજોમાં ભેળસેળ સામે આવી છે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા આ માટે ફૂડ સેફ્ટી માટે હરતી ફરતી લેબ વાન પણ તૈયાર કરવામાં આવી છે. જેના થકી પણ અખાદ્ય ચિજો અને ભેળસેળના પરીક્ષણ કરવામાં આવ્યા છે.
સેમ્પલ ફેઇલ થતા કાર્યવાહી
જિલ્લામાં અલગ અલગ સ્થળોએ થી લીલા મરચાંનો સોસ, બ્લેક સોલ્ટ પાવડર, તેલ, લુઝ પનીરના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી 14 જેટલા સેમ્પલનો રિપોર્ટ ફેઇલ જણાયો હતો. સેમ્પલ લેવામાં આવેલ ખાદ્ય ચિજોમાં ભેળસેળ હોવા કે ગુણવત્તાયુક્ત નહીં હોવા અંગેના સામે આવેલ રિપોર્ટ આધારે બનાસકાંઠા જિલ્લા અધિક ક્લેકટર દ્વારા દંડ ફટારવાનો આદેશ કરવામાં આવ્યો હતો.
ફૂડ વિભાગે આ માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરીમાં 14 સેમ્પલ ફેઇલ થનારા ઉત્પાદક, સપ્લાયર અને વેપારીની સામે કેસ દાખલ કરવામાં આવ્યા હતા. જે કેસ ચાલી જતા તેમની સામે લાખો રુપિયાના દંડ ફટારવાનો હુકમ કરવામાં આવ્યો હતો.