BANASKANTHA : વાવ, થરાદ અને લાખણીમાં ખેડૂતોનો પાક બળી ગયો, બિયારણનો ખર્ચો માથે પડ્યો

|

Aug 23, 2021 | 8:36 PM

વાવ, થરાદ અને લાખણીમાં ખેડૂતોનો પાક બળી જતા બિયારણનો ખર્ચો માથે પડ્યો છે. અત્યારે ખેતરો લીલાછમ લહેરાવા જોઈએ. 5-6 ફૂટ ઉંચો પાક પવનમાં હિલોળા મારવો જોઈએ. તેની બદલે ખેતર સાવ સુકુ ભઠ્ઠ છે.

BANASKANTHA : રાજ્યમાં વરસાદ ખેંચાતા સૌથી ખરાબ સ્થિતિ ઉત્તર ગુજરાતની છે. અહીં છેલ્લા એક માસથી વરસાદનું ટીપુંય નહીં પડતા ખેતરો સુકાવા લાગ્યા છે.ખેતરો લીલાછમ હોવાની બદલે કોરા ધાકડ છે.હવે તો પશુઓ માટે ઘાસચારાની પણ તંગી સર્જાવા લાગી છે.

વરસાદ ન વરસતા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોનો પાક બળી ગયો છે. વાવ, થરાદ અને લાખણીમાં ખેડૂતોનો પાક બળી જતા બિયારણનો ખર્ચો માથે પડ્યો છે. અત્યારે ખેતરો લીલાછમ લહેરાવા જોઈએ. 5-6 ફૂટ ઉંચો પાક પવનમાં હિલોળા મારવો જોઈએ. તેની બદલે ખેતર સાવ સુકુ ભઠ્ઠ છે.એક માસ પહેલા ઉત્તર ગુજરાતના શહેરોમાં વરસાદ પડ્યો ત્યાર બાદ આજ સુધી મેઘરાજાએ પધારમણી નહીં કરતા અન્નદાતાએ વાવેલ ખરીફ પાક પાણી વગર બળી ગયો છે.અધૂરામાં પૂરૂ ડેમ પણ તળિયા ઝાટક છે.

બનાસકાંઠા જિલ્લામાં આ વર્ષે 5 લાખ 60 હજાર હેકટર જમીનમાં ખરીફ સિઝનનું વાવેતર થયું છે. જેની સામે અત્યારે માત્ર 25 ટકા જ જેટલો વરસાદ નોંધાયો છે. જે એવરેજ વરસાદ કરતાં 50 ટકા જેટલો ઓછો છે. જેના કારણે બિન પિયત વિસ્તાર ઉપર આફત ના એંધાણ દેખાઈ રહ્યા છે.

ખેડૂતોની મુશ્કેલી પાકને નુકસાન થયું એટલી પુરતી નથી..સૌથી મોટી ચિંતા પશુધનની છે. પાણી વગર ધાન્ય, તિલિબિયા પાક તો સાફ થઈ ગયો પરંતુ પશુઓને ખવડાવવા ઘાસચારો પણ નહીં થતા પશુઓ પર સંકટના વાદળો તોળાઈ રહ્યા છે. ઘાસચારાના અભાવે હવે પશુપાલન મોંઘું થયું છે.

આ પણ વાંચો : AHMEDABAD : કોરોનાની સંભવિત ત્રીજી લહેરમાં બાળકોને બચાવવા નિષ્ણાતોએ કરી આ ભલામણો

Next Video