BANASKATHA : સિંચાઇનું પાણી આપવા ખેડૂતોની માગ, જિલ્લા કલેક્ટરને આપ્યું આવેદન

|

Jul 19, 2021 | 10:16 PM

બનાસકાંઠા જિલ્લામાં પાણીનો પ્રશ્ન વિકટ બનતાં ખેડુતોએ આવેદનપત્ર આપ્યું છે. સુજલામ સુફલામ કેનાલ અને નર્મદાની કેનાલોમાં નિયમિત પાણી ન છોડાતા ખેડૂતોના પાક સુકાઇ રહ્યા છે.

BANASKATHA : જિલ્લાના ખેડૂતોએ એકઠા થઇ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં પાણીનો પ્રશ્ન વિકટ બનતાં ખેડુતોએ આવેદનપત્ર આપ્યું છે. સુજલામ સુફલામ કેનાલ અને નર્મદાની કેનાલોમાં નિયમિત પાણી ન છોડાતા ખેડૂતોના પાક સુકાઇ રહ્યા છે. જિલ્લામાં પાણીના તળ ઊંડા જતા પાણીની સમસ્યા વિકટ બની છે. જિલ્લાને ડેમોમાં નર્મદાનું પાણી નાખવા ખેડૂતોની માંગ છે. હાલ જયારે જિલ્લામાં વરસાદ ખેંચાયો છે. તેથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. ઉપરથી સિંચાઇનું પાણી નહીં મળતા ખેડૂતોમાં નારાજગી છે. ત્યારે ખેડૂતો વહેલામાં વહેલી તકે સરકાર સિંચાઇનું પાણી આપે તેવી માગ કરી રહ્યાં છે.

 

Next Video